ગામના 127 જેટલા લોકોએ કોરોના મૂકત રસી લઈને વેક્સિન કેમ્પ સફળતા આપી : સરપંચે આભર વ્યક્ત કરી વડાપ્રધાનને જન્મદિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવી…
હાલ સમગ્ર ગુજરાત સહિત સૌરાષ્ટ્રભરમાં કોરોના વેક્સિન કેમ્પ ચાલી રહ્યા છે, ત્યારે વાંકાનેર તાલુકાના વિવિધ ગામોમાં પણ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસની જુદી-જુદી રીતે ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં વાંકાનેર તાલુકાના કોટડા નયાણી ગામ ખાતે યોજાયેલ વેક્સિનેશન કેમ્પમાં 127 જેટલા નાગરિકોએ કોરોના રસી મુકાવી હતી…
આ તકે ગામના સરપંચ રતનબા વિજયસિંહ જાડેજા, ઉપસરપંચ આશાબેન વિનુભાઈ ગોરીયા, ગ્રામ પંચાયતના સભ્યો જેનુબેન આમદભાઈ ઠેબા, પુજાબા હિતેન્દ્રસિંહ જાડેજા, ઘુપીબા મનુભા જાડેજા, ભરતસિંહ જાડેજા, વિજયસિંહ જાડેજા તેમજ છગનભાઈ માધાણી, બધાભાઈ મોતીભાઈ લઘેર, તલાટી મંત્રી પૃથ્વીરાજસિંહ ઝાલા અને તાલુકા પંચાયતના સભ્ય મહિપાલસિંહ જાડેજા, આરોગ્ય ટીમના ડો. તનવીર શેરસીયા, મેડિકલ ઓફિસર ડો. શોયાબ ચૌધરી, ગુલશનબેન પરાસરા સહિતના હાજર રહ્યા હતા…
ગ્રામ પંચાયત દ્વારા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે કોરોના વેક્સિન કેમ્પ યોજી લોકો કોરોના મુક્ત રહે તેવા પ્રયાસો હાથ ધર્યા હતા. આ કેમ્પ દરમ્યાન ગ્રામજનો, અધિકારીઓ પદાધિકારીઓ વગેરે મહાનુભાવોએ હાજરી આપી હતી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે શુભેચ્છા અભિનંદન પાઠવી રસીકરણ કેમ્પને સફળ બનાવ્યો હતો…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/GwvaiaIa6u6Hh5q4m1UAJF