માંધાતા દેવ અને સંત શ્રી વેલનાથબાપુના મંદિરના વિશાળ મેદાનમાં યોજાયેલ પ્રથમ સમુહલગ્નમાં ૧૧ નવ યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યાં….
વાંકાનેર ખાતે સમસ્ત કોળી સમાજ માંધાતા ગ્રુપ સમૂહ લગ્ન સમિતિ દ્વારા ભવ્યાતિભવ્ય રીતે પ્રથમ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોળી સમાજના 11 નવ યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યાં હતાં. ગત તા. ૨૧/૫/૨૦૨૨, શનિવારના રોજ ભગવાન માંધાતાદેવ અને સંત શ્રી વેલનાથબાપુના મંદિરના વિશાળ મેદાનમાં યોજાયેલ આ ભવ્ય સમુહ લગ્નમાં વિવિધ ક્ષેત્રના મહાનુભાવો હાજર રહ્યા હતા અને નવ યુગલોને આશીર્વાદ આપ્યા હતા…
આ સમૂહ લગ્ન સમિતિના મુખ્ય આયોજકો શ્રીમતી જિજ્ઞાસાબેન મેર, શામજીભાઈ માંડાણી, ભગવાનજીભાઈ મેર, રતિલાલ અણીયારિયા, રમેશભાઈ ગણાદિયા, ભરતભાઈ ડાભી, દેવશીભાઇ સાપરા, હેમંતભાઈ ધરજીયા, હનાભાઈ ડાભી, હસમુખભાઈ ભુંસડિયાએ આ તકે ઉપસ્થિત રહેલ મહાનુભાવો પૈકીનાં પૂજ્ય મહંતશ્રી વાલજી ભગતબાપુ-કાળાસર જગ્યા, સમારંભના અધ્યક્ષ પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા,
કોળી સમાજના તમામ જિલ્લા પંચાયતના સદસ્યો, તાલુકા પંચાયતના સદસ્યો, સરપંચશ્રીઓ, દાતાશ્રીઓ, આગેવાનશ્રીઓ, વાંકાનેર તાલુકાના તમામ કોળી સમાજના આગેવાનો, તરણેતર સમૂહ લગ્ન સમિતિ, નવાગામ-આણંદપર સમૂહ લગ્ન સમિતિ, મોરબી અને રાજકોટ જિલ્લાના અખિલ ભારતીય કોળી સમાજની ટીમ તથા કોળી સમાજના તમામ સંગઠનો અને ખાસ સેવા આપનાર વાંકાનેર તાલુકાના અલગ અલગ ગામોની સમિતિઓનું અને ખાસ મહારાજશ્રી કેસરીદેવસિંહ ઝાલા તથા અન્ય સમાજના આગેવાનોનું ભાવભર્યું સ્વાગત કર્યું હતું…
આ પ્રસંગે પૂજ્ય મહંત શ્રી વાલજીભગતબાપુ અને કુંવરજીભાઇ બાવળિયાએ કોળી સમાજ વતી સમસ્ત કોળી સમાજની એકતા દર્શાવતા મંદિરના નિર્માણ અને સમૂહ લગ્નના કાર્યક્રમ અંગે જિજ્ઞાસાબેન મેરને કોળી સમાજના મજબુત મહિલા આગેવાન ગણી તેમનો અને તેમની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો….
વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/EWKXbrU4DOy47Aw6sqSGm7