વાંકાનેર તાલુકાની કાનપર પ્રાથમિક શાળા ખાતે ગત તા. ૦૬/૦૫ ના રોજ ધોરણ-૮ ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ તથા અન્ય વિદ્યાર્થીઓ માટે વાલી મીટીંગનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઈનામ વિતરણ, સાંસ્કૃતિક કાર્યક્રમો સહિતનું ભવ્યાતિભવ્ય આયોજન શાળા પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું…
કાનપર પ્રાથમિક શાળા ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં સી.આર.સી. કો-ઓર્ડીનેટર શ્રી મેહુલભાઈ હરિયાણી, બી.આર.સી કૉ-ઓર્ડીનેટર અબદુલભાઇ શેરસીયા, તાલુકા શાળાના આચાર્યશ્રી મોહમ્મદભાઈ બાદી, ગામના સરપંચ અશ્માબેન બાદી, ગ્રામ પંચાયતના સદસ્યો, ગામના નાગરિકોની, એસએમસી કાનપર તથા સમગ્ર ગ્રામજનો, શાળાના વિદ્યાર્થીઓ,
શિક્ષક ગણ સહિત ઉપસ્થિત મહાનુભાવોની હાજરીમાં બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. શાળાના બાળકોએ જળ એજ જીવન, આપણું ગુજરાત, સત્યના પ્રસંગો, અંગ કસરતના દાવો, અભ્યાસક્રમ આધારિત નાટકો, વ્યસન મુક્તિ, ચારણ કન્યા, ગામડાની મીઠી સુગંધ સહિતના કાર્યક્રમો અને વિદાય લેતા વિદ્યાર્થીઓએ પોતાના સંસ્મરણો રજુ કર્યા હતા. સાથે જ વાલી મીટીંગમાં શાળાના શિક્ષકો દ્વારા બાળકોના પ્રગતિ અહેવાલ તથા જરૂરી સૂચનાઓ વાલીઓને આપવામાં આવી હતી…
શાળામાં અભ્યાસ કરતા તમામ બાળકો, સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેતા બાળકો તથા વિદાય લેતા બાળકોને સરપંશ્રી દ્વારા સ્ટેશનરીની કીટ ભેટ સ્વરૂપ આપવામાં આવી તેમજ ઉમદા કાર્ય બદલ શિક્ષકોનુ પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમમાં “કાનપર યુવા ટીમ”દ્વારા કામ કરવામાં આવ્યું હતું જેમાં શાળાના શિક્ષકોના માર્ગદર્શન દ્વારા વિદ્યાર્થીઓ એ ખૂબ સારો કાર્યક્રમ રજૂ કર્યો હતો….
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/EWKXbrU4DOy47Aw6sqSGm7