ગુજરાત રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે વાંકાનેર માર્કેટિંગ યાર્ડ દ્વારા ખેડૂતો તથા વેપારીઓ માટે અગત્યની સૂચનાઓ આપવામાં આવી છે…
બાબતે વાંકાનેર યાર્ડના સેક્રેટરીએ પ્રેસ યાદમાં જણાવ્યું છે કે, આગામી તા. ૨૮ એપ્રિલથી તા. ૦૪ મેં સુધી રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હોય, જેથી યાર્ડમાં ખેડૂતોએ પોતાના જણસી વાહનમાં તાલપત્રી ઢાંકીને આવવાનું રહેશે અને શેડમાં જગ્યા નહિ હોય તો ખેડૂતોને પોતાનું વાહન તાલપત્રી ઢાંકીને ઉભું રાખવાનું રહેશે, સાથે જ વેપારીઓએ પોતાનો માલ ખુલ્લામાં પડ્યો હોય તો તેને પોતાના ગોડાઉનમાં વ્યવસ્થા કરી લેવા અથવા તાલપત્રી ઢાંકવાની વ્યવસ્થા કરવા જણાવ્યું છે….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Lk9VeBiwaWLADeOOKfmVDU