વાંકાનેર તાલુકાના જાલીડા ગામ નજીકથી એક માનસિક બીમાર હાલતમાં સગીર વયનો બાળક મળી આવ્યો હતો, જેથી ગામના જાગૃત નાગરિકએ બાળકને વાંકાનેર તાલુકા પોલીસને સોંપ્યો હતો, જે બાદ પોલીસ સ્ટાફ દ્વારા બાળકની પૂછપરછ કરવામાં આવતા તે પાળીયાદનો વતની હોવાનું જણાવતા વાંકાનેર પોલીસે પાળિયાદ પોલીસનો સંપર્ક કરી બાળકની તપાસ કરાવી હતી…
જે બાદ બાળકના પરિવારજનો પતો લાગતાં આ બાળકનું નામ પ્રવીણ રવજીભાઈ ચૌહાણ (ઉ.વ. ૧૫, રહે. પાળીયાદ) હોય અને તે માનસિક અસ્થિર હોય અગાઉ પણ અનેક વખત ઘરેથી નીકળી ગયેલ છે, તે મુજબ તે ગત તા. ૨૭ ના રોજ વહેલી સવારે ઘરેથી નીકળી ગયો હતો અને વાંકાનેર નજીકથી મળી આવ્યો હતો. જેથી વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા બાળકને તેના બનેવી વિજય કેસાભાઇ કટેશીયાને પોલીસ સ્ટેશન બોલાવી પ્રવીણ ચૌહાણને તેને સોંપી પરિવાર સાથે પુનઃ મિલન કરાવ્યું હતું…
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Lk9VeBiwaWLADeOOKfmVDU