રાજકોટનો યુવાન મહિકા અને હોલમઢ ગામ પાસેની મચ્છુ નદીમાંથી રેતી ભરી પરત આવતો હતો ત્યારે આંતરી લીધો : સામાપક્ષે પણ એક યુવાનને ગંભીર ઇજા થયાની ચર્ચા : ચાર શખ્સોએ મળી યુવાનની હત્યા કરી હોવાની ચર્ચા…

દોઢેક વર્ષ અગાઉ રાજકોટની આરટીઓ કચેરીમાં રેડીયમ પટ્ટી ફીટ કરવાના મુદ્દે થયેલી બઘડાટીમાં છ શખ્સો દ્વારા એક મુસ્લિમ યુવાનની હત્યા કરી હતી જે હત્યાના બનાવમાં થોડા સમય પહેલાં જ જામીન પર છૂટેલા એક આરોપીનો ઇનોવા કારમાં પીછો કરી વાંકાનેર તાલુકાના હોલમઢ ગામે પાસે આંતરી ચાર શખ્સોએ તીક્ષ્ણ હથિયારના ઘા મારી મોતને ઘાટ ઉતારી દેવાયાની ઘટના સામે આવી છે. જેમાં વાંકાનેર પોલીસે રાજકોટના જ ચાર શખ્સ સામે ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. આ બનાવમાં સામાપક્ષે પણ એક યુવાનને ગંભીર ઇજા થઇ હોવાની ચર્ચા શરૂ થઇ હતી પરંતુ આ વાતની હજુ સુધી કોઈ પુષ્ટિ થઈ નથી…

રાજકોટ આરટીઓ કચેરીમાં વર્ષ 2019માં થયેલ મુસ્લિમ યુવાનની હત્યાનો બદલો લેવાયો…

આ ઘટનાંની મળતી માહિતી મુજબ ગત તારીખ 15 નવેમ્બર 2019 ના રોજ રાજકોટ આરટીઓ કચેરી ખાતે રેડીયમનો ધંધો કરતા સાહીલ હનીફભાઇ પાયક નામના યુવાનને અમુક શખ્સો સાથે રેડિયમ લગાવવા બાબતે માથાકુટ થઇ હતી જેમાં છ શખ્સોએ મળી સરાજાહેરમાં સાહિલની બેરહેમીથી હત્યા કરી નાખી હતી આ હત્યામાં સંડોવાયેલો અને થોડા સમય પહેલાં જ જામીન પર છૂટેલો રાહુલ રાજુભાઇ ગોહેલ નામનો યુવાન તેના મિત્ર નીતિન માવજીભાઇ ડાભી સાથે વાંકાનેર નજીક મહિકા અને હોલમઢ ગામની વચ્ચેથી પસાર થતી મચ્છુ નદીમાં ગુરુવારે બપોર બાદ રેતી ભરવા ગયો હતો.

જેમાં રાજુ ગોહેલ વાંકાનેર તરફ ગયો હોવાની જાણ થતાં જે યુવાનની હત્યા થઇ હતી તે સાહિલનો નાનોભાઇ એઝાઝ ઉર્ફે એઝુ હનીફભાઇ પાયક તેના ત્રણ સાગરીતો સાથે ઇનોવા કારમાં રાહુલનો પીછો કરતા રાહુલ વાંકાનેરની મચ્છુ નદીના પટમાં રેતી ભરી રહ્યો હોવાની જાણ થતાં ચારેય શખ્સો ત્યાં ધસી ગયા હતા અને રાહુલ પર હુમલો કરી દીધો હતો. જેમાં તિક્ષ્ણ હથીયારોના ઘા લાગવાથી રાહુલનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. અને તેના સાહેદ પણ ઈજાગ્રસ્ત થતાં તેને વાંકાનેર હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. ઘટના બાદ હત્યારા ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા…

રાજકોટ આરટીઓ કચેરીમાં છ શખ્સોએ સાહિલની હત્યા કરી ફરાર થઈ ગયા…

પોલીસ સૂત્રોએ વધુમાં માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજકોટની આરટીઓ કચેરીમાં 15 નવેમ્બર, 2019માં સાહિલ પાયક નામના યુવાનની ટ્રકમાં રેડીયમ પટ્ટી ફીટ કરવાના મુદ્દે છ શખ્સોએ હત્યા કરી નાખી હતી. આ ઘટનામાં રાજકોટ બી ડિવિઝન પોલીસે ​​​​​​​મુકેશ ઉર્ફે કાનો ઉર્ફે કુલદીપ ખોડાભાઇ સોલંકી, અમરીશ ઉર્ફે કનુ નારણભાઇ ગોહેલ, ધર્મેશ પ્રભાતભાઇ ધ્રાંગા, રાહુલ રાજુભાઇ ગોહેલ, નીતિન માવજીભાઇ ડાભી અને મનસુખ કેશવ ઢોલરીયાની ધરપકડ કરી તપાસના અંતે જેલહવાલે કર્યા હતા…

સાગરીતો સાથે ઘટનાને અંજામ આપ્યો…

​​​​​​​સાહિલની હત્યાના આરોપીઓને બી ડિવિઝન પોલીસ આરટીઓ કચેરી ખાતે રીકન્સ્ટ્રક્શન માટે લઇ ગઇ ત્યારે પણ ભારે હોબાળો થયો હતો અને કેટલાક શખ્સોએ આરોપીઓને જોઇ લેવાની ચેલેન્જ પણ કરી હતી. દરમિયાન રાહુલ અને હત્યામાં સંડોવાયેલા તેના મિત્ર નીતિન ડાભી સાથે રેતી ભરવા માટે વાંકાનેર ગયો હતો અને આ વાતની જાણ જેની હત્યા થઇ હતી તે સાહિલના ભાઇ એજાઝને થઇ જતાં તે ખૂનનો બદલો લેવા પોતાના સાગરીતો સાથે ધસી ગયો હતો અને બનાવને અંજામ આપી નાસી છૂટ્યો હતો….

સાહિલની હત્યાના બનાવમાં 5 આરોપી જામીન પર મુક્ત હતા…

અત્રે નોંધનીય છે કે, સાહિલની હત્યામાં સંડોવાયેલા 6માંથી મુખ્ય સૂત્રધાર મુકેશ ઉર્ફે કાનો ઉર્ફે કુલદીપ સોલંકીને બાદ કરતા બાકીના આરોપીઓને સેશન્સ અને હાઇકોર્ટે જામીન પર મુક્ત કર્યા હતા. મુખ્ય સૂત્રધારે પણ જામીન પર છૂટવા હાઇકોર્ટમાં અરજી કરી છે અને આ અંગેની સુનાવણી હાલ ચાલી રહી છે. આ ઘટનામાં રાજકોટના એક બૂટલેગરના પુત્રને પણ ગંભીર ઇજા થઇ હોવાનું ચર્ચાઇ રહ્યું છે.​​​​​​​ મોરબી અને રાજકોટ પોલીસે આ બાબતે તપાસ પણ કરી હતી. જો કે જે યુવાન દ્વારા હજુ આ વાતને સમર્થન આપેલ નથી. હાલના તબક્કે પોલીસે એજાઝ ઉર્ફે એજુ સહિતના શખ્સો સામે ખૂનનો ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા રાજકોટ સહિતના સ્થળે પોલીસની ટીમ રવાના કરી હતી…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/FB7hsfmc8HKJBWvwLLjx2f

 

error: Content is protected !!