મોરબી જીલ્લા જે રીતે 108 એમ્બ્યુલન્સ 24 કલાક કાર્યરત રહે છે અને નિઃશુલ્ક ભાવે માનવ સેવા કરી રહી છે, તેવી રીતે ખિલખિલાટ એમ્બ્યુલન્સ પણ મોરબી જિલ્લામાં સગર્ભા મહિલાઓને ચેક અપ માટે ઘરેથી સરકારી હોસ્પિટલ અને હોસ્પિટલથી ઘરે લઈ જવાનું કામ કરી રહી છે. જેમાં માતા અને બાળકને શારીરિક તપાસ માટે અને ડિલિવરી માટે ફ્રીમાં હોસ્પિટલે લઇ જવામાં આવે છે. ગુજરાત સરકારની ખિલખિલાટ મફત સેવામાં ગત ફેબ્રઆરી મહિનામાં આશરે 2000 જેટલા મહિલા લાભાર્થીએ લાભ લીધેલ છે…

મોરબી જિલ્લામાં મોરબી, વાંકાનેર, ટંકારા, માળીયા, જેતપર-મચ્છુ, હળવદ સહિત ટોટલ સાત જેટલી ખિલખિલાટ કાર્યરત છે. જેમાં આજે વધુ એક ખિલખિલાટ મફત એમ્બ્યુલન્સનું વાંકાનેર તાલુકામા લોકાર્પણ વાંકાનેર સરકારી હોસ્પિટલનાં સુપ્રિટેન્ડેન્ટ ડોક્ટર ફાલ્ગુની ત્રિવેદીના હસ્તે કરવામાં આવ્યું હતું…

આ લોકાર્પણ કાર્યક્રમમાં વાંકાનેર સિવિલ હોસ્પિટલના આર.એમ.ઓ ડોક્ટર હરપાલસિંહ, ઓર્થો સર્જન ડોક્ટર જીગ્નેશ તેમજ વાંકાનેર સિવિલ હોસ્પિટલનો નર્સિંગ સ્ટાફ, 108 સ્ટાફ તેમજ ખિલખિલાટ સ્ટાફ ખાસ હાજર રહ્યા હતા…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/Hpo1NX3xfPNGBiOIH1pAjL

error: Content is protected !!