દારૂલ ઉલુમ હક્કાનીયા ખાતે મુસ્લિમ ધર્મગુરુ ડો. ગુલામ મોઈનુદ્દીન સાહેબની હાજરીમાં સરકારી કર્મચારી સન્માન તથા સમાજમાં રહેલ બદીઓ દુર કરવા બાબતે પ્રેરક સંદેશો અપાયો….
વાંકાનેર તાલુકાના ખીજડીયા ગામ ખાતે આવેલ દારૂલ ઉલુમ હક્કાનીયા પ્રાથમિક અને માધ્યમિક શાળા તથા મદ્રસા ખાતે ગઇકાલના રોજ મુસ્લિમ સમાજના સરકારી કર્મચારીઓનો તથા શાળાના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ અને સમાજ સુધારણા કાર્યક્રમ યોજાયો હતો…
ખીજડીયા ગામે યોજાયેલ આ કાર્યક્રમમાં રેલ્વે પોલીસમાં ફરજ બજાવી પી.એસ.આઈ. તરીકે પ્રમોશન મેળવેલ સરફરાઝભાઈ શેરસીયા, તાજેતરમાં જ શિક્ષક તરીકે નોકરી મેળવતા રૂકમુદ્દીન શેરસીયા, FHW તરીકે નિમણૂક પામેલ સમા શેરસીયા તથા શાળાના પ્રતિભાશાળી બાળકોને સન્માનિત કરવામાં આવ્યા હતા…
સાથે જ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને રહેલ મુસ્લિમ સમાજના ધર્મગુરુ ડો. ગુલામ મોઈનુદ્દીન સાહેબે સમાજ સુધારણા બાબતે પ્રેરક ઉદબોધન આપી શિક્ષણ, વ્યસન મુક્તિ, મોબાઈલના દુષ્પ્રભાવો, કેન્સરના કારણો, અંધશ્રદ્ધા સહિતના મુદ્દે વિશેષ ચર્ચા કરી હતી તેવું દારૂલ ઉલુમ હક્કાનીયા શાળાની પ્રેસ યાદીમાં જણાવાયું છે….
વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/FiSSadlUTGL3knNTGaYkRl