ખાનગી શાળાઓમાં ભણાવતા શિક્ષકો માટે સારા સમાચાર છે. સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે ખાનગી શાળાઓમાં કામ કરતા શિક્ષકો કર્મચારી છે અને તેઓ કેન્દ્ર સરકાર દ્વારા ૨૦૦૯ માં સુધારેલા પેમેન્ટ ઓફ ગ્રેચ્યુટી કાયદા હેઠળ ગ્રેચ્યુટીના હકદાર છે…
તમને જણાવી દઈએ કે PAG એક્ટ ૧૬ સપ્ટેમ્બર, ૧૯૭૨થી અમલમાં છે. આ હેઠળ, નિવૃત્તિ, રાજીનામું અથવા કોઈપણ કારણોસર સંસ્થા છોડતા પહેલા ઓછામાં ઓછા ૫ વર્ષ સુધી સતત કામ કરનાર કર્મચારીને ગ્રેચ્યુઇટીનો લાભ આપવાની જોગવાઈ છે. ૩ એપ્રિલ, ૧૯૯૭દ્ગક્ર રોજ શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન દ્વારા દસ કે તેથી વધુ કર્મચારીઓ ધરાવતી શૈક્ષણિક સંસ્થાઓમાં પણ આ અધિનિયમનો વિસ્તાર કરવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં આ કાયદા ખાનગી શાળાઓને પણ લાગુ પડે છે…
અનેક હાઈકોર્ટમાં કેસ હાર્યા બાદ ખાનગી શાળાઓએ ૨૦૦૯ના સુધારાને દેશની સર્વોચ્ચ અદાલતમાં પડકાર્યો હતો. તેમના મતે, વિદ્યાર્થીઓને શિક્ષણ આપતા શિક્ષકોને પેમેન્ટ ઓફ ગ્રેચ્યુટી (સુધારા) અધિનિયમ ૨૦૦૯ના કલમ ૨(e) હેઠળ કર્મચારીઓ તરીકે ગણવામાં આવવી જોઈએ નહીં. તેઓએ અમદાવાદ ખાનગી પ્રાથમિક શિક્ષક સંઘ કેસમાં જાન્યુઆરી ૨૦૦૪ના સર્વોચ્ચ અદાલતના ચુકાદા પર આધાર રાખ્યો હતો, જેણે આ સિદ્ધાંત મૂક્યો હતો…
જસ્ટિસ સંજીવ ખન્ના અને બેલા એમ ત્રિવેદીની ખંડપીઠે શાળાઓની દલીલને નકારી કાઢીને કહ્યું હતું કે, ‘આ સુધારો સતત કાયદાકીય ભૂલને કારણે શિક્ષકોને થતા અન્યાય અને ભેદભાવને દૂર કરે છે. ચુકાદો જાહેર થયા પછી તે સમજાયું હતું.’ સુપ્રીમ કોર્ટે ૨૦૦૪ના સુપ્રીમ કોર્ટના નિર્ણયમાં જણાવ્યા મુજબ સુધારા લાવવા અને દોષ દૂર કરવા માટે કાયદાકીય અધિનિયમને સમર્થન આપ્યું હતું…
શાળાઓએ તેમના સમાનતાના મૂળભૂત અધિકાર (કલમ ૧૪), વેપાર કરવાનો અધિકાર (કલમ ૧૯(૧)(જી)), જીવનનો અધિકાર (કલમ ૨૧), અને મિલકતનો અધિકાર (કલમ ૩૦૦A) ના ઉલ્લંઘનનો દાવો કર્યો હતો. શાળાઓએ કહ્યું કે તેઓ શિક્ષકોને ગ્રેચ્યુઈટી ચૂકવવા માટે આર્થિક રીતે સજ્જ નથી. બેન્ચે શાળાઓને કહ્યું કે ગ્રેચ્યુટીની ચૂકવણી એ ખાનગી શાળાઓ દ્વારા આપવામાં આવતો પુરસ્કાર નથી, તે તેમની સેવાની લઘુત્તમ શરતોમાંથી એક છે. કોર્ટે કહ્યું, ‘ખાનગી શાળાઓની દલીલ છે કે તેમની પાસે શિક્ષકોને ગ્રેચ્યુઇટી ચૂકવવાની ક્ષમતા નથી. તેમની દલીલ ગેરવાજબી છે. તમામ સંસ્થાઓ PAG એક્ટ સહિત અન્ય કાયદાઓનું પાલન કરવા બંધાયેલી છે.’
બેન્ચે કહ્યું કે કેટલાક રાજયોમાં ફી નિર્ધારણ કાયદા હોઈ શકે છે જે વધારાના નાણાકીય બોજને પહોંચી વળવા માટે શાળાઓને ફી વધારવાથી રોકે છે. આ કાયદાઓનું પાલન કરવાનો અર્થ એ નથી કે શિક્ષકોને ગ્રેચ્યુઈટી નકારી દેવી જોઈએ. જે તેને લાયક છે.
ખંડપીઠે ખાનગી શાળાઓને છ અઠવાડિયાના સમયગાળામાં PAG કાયદાની જોગવાઈઓ અનુસાર વ્યાજ સાથે કર્મચારીઓ/શિક્ષકોને ગ્રેચ્યુઈટી ચૂકવવા નિર્દેશ આપ્યો હતો.તમને જણાવી દઈએ કે ખાનગી શાળાઓએ આ મામલે ઘણી હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. તેમને દિલ્હી, પંજાબ અને હરિયાણા, અલ્હાબાદ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, બોમ્બે અને ગુજરાત હાઈકોર્ટમાંથી કોઈ રાહત મળી નથી. શાળાઓ દ્વારા આ નિર્ણયોને સર્વોચ્ચ અદાલતમાં અલગથી પડકારવામાં આવ્યા હતા. અહીં પણ તેઓ માત્ર નિરાશ થયા છે….
વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/K5fTG3Y1GPH96hFtRmTNso