વાંકાનેર તાલુકાના ખંભાળા ગામે ગઈકાલ સાંજના સમયે પવનચક્કી નાંખવાની કામગીરી બાબતે તપાસમાં ગયેલ પોલીસ ટીમ પર માલધારીઓના ટોળા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો જે બનાવમાં આજે આ ગામના 5 મહિલા સહિત 33 શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે…
આ બનાવમાં વાંકાનેર તાલુકાના ખંભાળા ગામે સીટી પીઆઈ સરવૈયા અને ટીમ સરકારી ગાડીમાં સ્ટેશન ખાતે આવેલ અરજીની તપાસ અર્થે ગયા હોય ત્યારે ઉશ્કેરાયેલા ટોળાએ પીઆઇ ઉપર ધોકા વડે હુમલો કર્યો હતો જેમાં પીઆઇ સરવૈયાને માથાના ભાગે ગંભીર ઇજા થતાં સાત ટાંકા આવ્યા હતા અને અન્ય ઇમ્તિયાઝ નામના શખ્સ કે જે રસ્તો બતાવવા માટે પોલીસની સાથે ગયો હતો તેને પણ લોકોએ માર માર્યો હતો. બનાવની જાણ થતાં જ મોરબી એસપી, ડીવાયએસપી સહિતના અધિકારીઓએ સ્થળ ઉપર દોડી ગયા હતા. આ બનાવમાં ભોગ બનેલા પીઆઇ દ્વારા કુલ 33 લોકો સામે રાયોટિંગ, ફરજમાં રૂકાવટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાવવામાં આવ્યો છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનની હદમાં આવતા ખંભાળા ગામે પવનચક્કી નાંખવાની હોય તે બાબતે ગત તા ૨૩/૧૦ ના રોજ અરજી આવી હતી અને ત્યાં પવનચક્કી નહીં નાંખવા બાબતે સામેના પક્ષ તરફેથી વિવાદ ચાલી રહ્યો હોય જેથી આ અરજીની તપાસમાં પીઆઇ બી. જી. સરવૈયા અને તેનો સ્ટાફ સ્થળ પર ગયો હતો ત્યારે સામેના પક્ષ દ્વારા ધોકા વડે હુમલો કરવામાં આવ્યો હતો. જેથી આ બનાવમાં પીઆઇ બટુકસિંહ ગુમાનસિંહ સરવૈયા (ઉ.વ. ૫૮)એ આરોપી ૧). રમેશભાઇ હઠાભાઇ,
૨). મોના જીવણ, ૩). ગોપાલ મોના, ૪). મોમ જીવણ, ૫). કાના હમીર, ૬). તેજા જીવણ, ૭). ગુણા મોમ, ૮). રામા ઉર્ફે ઉકો તેજા, ૯). ગુણા મોના, ૧૦). ધના થોભણભાઇ, ૧૧). માંધા ભારાભાઇ, ૧૨). રમેશ મશરૂભાઈ, ૧૩). મૈયા પાચાભાઈ, ૧૪). છેલા ધારાભાઈ, ૧૫). વરવા પાંચાભાઇ, ૧૬). રાજુ ધારા, ૧૭). ભુપત ભલા, ૧૮). બાબુ ભલા, ૧૯). બાલા કારા, ૨૦). જગા હમીર, ૨૧). છેલા મુળા, ૨૨). પાયા મુળા, ૨૩). રણછોડ મોના,
૨૪). જીતા મોમ, ૨૫). નાનુ થોભણ તથા ત્રણેક અજાણ્યા પુરૂષ અને પાંચેક અજાણી મહિલો (રહે. બધા ખાંભાળા) સહિત કુલ 33 વ્યક્તિઓની સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, ગઇકાલે સાંજે સવા છ વાગ્યાના અરસામાં કીનટેક સિનર્જી પ્રાઈવેટ લીમીટેડની તા.૨૩/૧૦ ની અરજી હતી, જેની તપાસમા તેઓ સ્ટાફને સાથે રાખને ખાંભાળા ગામે ગયા હતા ત્યારે અરજીમાં જણાવેલ સામાવાળા બાબતે હાજર આરોપીઓને પુછતા આરોપીઓએ કહેલ કે “શુ ફરીયાદ છે, શું ગુન્હો છે ?’ તેમ કહ્યું હતું ત્યારે,
પીઆઇએ કહેલ કે “ પવનચકકી ઉભી થાય તો તમો લોકોને શું વાંધો છે ?” જેથી આરોપીઓ ઉશ્કેરાઇ ગયા હતા અને અસભ્ય વર્તન કરી હાજર મહિલાઓએ અધિકારી સહિતનાને ગાળો આપી હતી, બાદમાં આરોપી રમેશ હઠાએ કુંડલીવાળી લાકડી વડે ફરીયાદી પર હુમલો કરી માથામાં ઈજા પહોંચાડી હતી અને અન્ય આરોપીઓએ તેઓનો કાઠલો પકડી તેમજ ઇમ્તિયાઝ નામના એક શખ્સને આરોપીઓએ લાકડીથી માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી…
ઉપરોક્ત બનાવ અનુસંધાને અધિકારીની ફરિયાદ પરથી પોલીસે તમામ આરોપીઓ સામે આઈપીસી કલમ ૩૩૩, ૩૩૨, ૩૫૩,૧૮૬, ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨), ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯ તથા જીપી એકટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ હાથ ધરી છે….
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/LNWfZDZNaMfDm0uixgvXkf