ગઇકાલે ધુળેટીના પવિત્ર દિવસે વાંકાનેર તાલુકાના વઘાસિયા ગામ ખાતે આવેલ ક્રિકેટ ગ્રાઉન્ડ પર T-20 મેચનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામની કનૈયા ક્રિકેટ ટીમ અને બુશ ઈલેવન-રાજાવડલા વચ્ચે એક ટી-20 મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભારે રસાકસી બાદ કનૈયા ક્રિકેટ ટીમનો શાનદાર વિજય થયો હતો…
રોમાંચથી ભરપૂર આ મેચમાં કનૈયા ક્રિકેટ ટીમ-રાજાવડલાએ પ્રથમ ટોસ જીતીને બેટિંગ કરતાં 20 ઓવરને અંતે આઠ વિકેટે ગુમાવી 158 રન કરી બુશ ઈલેવન-રાજાવડલા ટીમને જીત માટે 159 રનનો ટાર્ગેટ આપ્યો હતો.
કનૈયા ક્રિકેટ ટીમ-રાજાવડલાએ ખડકેલા જંગી સ્કોરનો સામનો કરતા બુશ ઈલેવને 20 ઓવરસમાં 8 વિકેટ ગુમાવી 152 રન કરતાં રસાકસી અને રોમાંચથી ભરપૂર આ મેચમાં કનૈયા ક્રિકેટ ટીમનો 6 રને શાનદાર વિજય થયો હતો….
કનૈયા ક્રિકેટ ટીમ રાજાવડલાના આ વિજયમાં ટીમ તરફથી બોલીંગ આક્રમકમાં રાજ સિતાપરાએ 3 વિકેટ અને કમલેશ દેત્રોજાએ 2 વિકેટ ઝડપી 40 રન બનાવ્યા હતા, જ્યારે બેટીંગ આક્રમણમાં લતિફ અને કમલેશ વચ્ચે 60 રનની પાર્ટનરશીપ થઇ હતી…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/IZu1BnaSdSzF46c9hEdMUA