ઉપરા-ઉપરી કુદરતી આફતનો ભોગ બનેલા માનવીને તૌકતે વાવાઝોડા અને વરસાદે પડ્યા પર પાટું માર્યું છે. ખેડૂત પ્રધાન દેશનો ખેડૂત આજે લાચાર બન્યો છે. કમોસમી વરસાદ અને વાવાઝોડાએ ખેડૂતોની આખાં વર્ષની મહેનત સમાન ઉનાળું અને બાગાયતી ખેતી પાક પૈકી મગફળી, બાજરી, તલ, કેરી, નારીયેળનો સોથ વાળી દીધો છે. અનેક સરકારી અને કુદરતી આપત્તિનો સામનો કરી રહેલા ખેડૂતોને પડ્યા પર પાટું. ભાજપ સરકાર અને કુદરતના કોપનો ભોગ બનેલ ખેડૂતો બિચારાં બનવામાં અનેક એવોર્ડ મેળવ્યા બાદ ખેડૂત તરફ કોઈની સીધી નજર કેમ પડતી નથી ?
પાક વીમો અને રાસાયણીક ખાતરમાં ભાવ વધારાનો ભોગ બનેલ ખેડૂત સરકારી આફતોમાંથી બહાર નીકળે પૂર્વે કુદરતી આપત્તિ પૈકી વાવાઝોડા અને કમોસમી વરસાદમાં સપડાયો છે, જેનાથી ઉનાળું અને બાગાયતી પાકનો સફાયો થયો છે. જગતતાત કહેવાતા ખેડૂતની વહારે કોણ આવશે ? લોકોની વાહવાહી મેળવવા અને દેખાડા કરવામાં વ્યસ્ત રાજકીય આગેવાનો પોતે લોકોનું હિત કરતા હોવાનો દાવો કરીને મત લક્ષી રાજકારણ રમવામાં વ્યસ્ત ભાજપ-કોંગ્રેસના આગેવાનો ખેડૂતો પર આવતી કોઈપણ મુસીબતોમાં સીધા વહારે કેમ નથી આવતા ? લાગણીશીલ, ભોળો, અજ્ઞાત ખેડૂતો મીઠી મીઠી વાતોમાં આવી સત્તાધારી પક્ષને મતો આપીને ઠેરનો ઠેર કેમ રહે છે ?
ચુંટણી સમયે રાજકીય ગતકડાંઓ કાઢીને બહુમત મેળવ્યા બાદ સત્તાના મદમાં મસ્ત બની આ રાજકીય આગેવાનો પ્રથમ ખેડૂતોને જ કર્યા ભોગ બનાવે છે. પ્રથમ પાક વીમામાં ખેડૂતોને ઠેંગો દેખાડ્યા બાદ કોઇ આડઅસર ન દેખાતા વધુ એક ઠેંગો રાસાયણિક ખાતરનો ભાવ વધારો કરીને ભોગી ખેડૂતો ચારેતરફથી લુંટાઈ રહ્યા છે, તેની સામે હવે કુદરતી આફતો પણ વરસી રહી છે જેનો ભોગ સમગ્ર માનવ જાત બની રહી છે પરંતુ કોઈ ખેડૂત તરફી લાગણીઓ કેમ નથી રાખતા ?
હલકું લોહી હવાલદારનું ઠગાઈનો, વિશ્વાસઘાતનો, મામા બનવાનો સમગ્ર ભોગ સીધેસીધો ભોગ ખેડૂત બની રહ્યો છે. કોઈપણ રાજકીય-સત્તાધારી આગેવાનો ખેડૂત તરફ સહાનુભૂતિ કેમ નથી રાખતા ? સત્તાકાળ પૂરો થયા બાદ પૂનઃ ચૂંટણી વખતે નવા નવા ધાર્મિક ગતકડાં સર્જીને છેતરપિંડી આચરનારા રાજકીય આગેવાનોની મીઠી મીઠી વાતોમાં આવીને પાછળનું બધું ભૂલી જઈ ખેડૂતો પોતાના જ પગ પર કુહાડો મારવા સમાન આવા લેભાગુ આગેવાનોને ચુંટ્યા બાદ દરેક બાબતે છેતરવામાં ખેડૂતો સહેલા પડે છે. જે બાબત ખાતરની ઘંટી સમાન…
વર્તમાન સમયમાં કુદરતી આફતો પૈકી વાવાઝોડા અને કમોસમી વરસાદના કારણે બાગાયતી-ઉનાળુ પાકનો સફાયો થયો છે ત્યારે ખેડૂતોની લાચારીમાં સહાયરૂપ બનવા તાકીદે વળતર ચૂકવવા ખેડૂત સમાજની માંગ ઉઠી છે…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/FB7hsfmc8HKJBWvwLLjx2f