વાંકાનેર શહેરની બ્રહ્મસમાજ સોસાયટી ખાતે રહેતા એક આધેડને તેના કૌટુંબિક ભત્રીજાએ જમીનની તકરાર મામલે વોટ્સએપમાં ઓડિયો મેસેજ કરી જાનથી મારી નાખવાની ધમકી આપતાં બાબતે આરોપી સામે વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરની બ્રહ્મ સમાજ સોસાયટી ખાતે રહેતા શૈલેષભાઇ ડાયાભાઇ ખાંડેખા (ઉ.વ. 54)ને વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદીના કૌટુંબિક ભત્રીજા રામાભાઈ રાજશીભાઈ ખાંડેખા(રહખ. ખાંડેક, તા. રાપર, કચ્છ)એ વોટ્સએપ ઓડિયો મેસેજ કરી જમીનની જૂની તકરાર મામલે ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જેથી બાબતે પોલીસે આરોપી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1

error: Content is protected !!