મોરબી એસઓજી પોલીસે નશાકારક ગાંજાના 326 છોડ સાથે વાડી માલિકની ધરપકડ કરી…
મોરબી જિલ્લામાં દિનપ્રતિદિન નશાકારક પદાર્થોનું વેચાણ સતત વધતા યુવાન બરબાદી તરફ આગળ વધી રહ્યું છે, જેની સામે સરકારે હજુ સુધી કોઈ લગામ કસી નથી. આ બધા વચ્ચે ગઈકાલ સાંજના સમયે મોરબી એસ.ઓ.જી. અને વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા સંયુક્ત રીતે ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર તાલુકાના તરકીયા ગામની સીમમાં દરોડો પાડી એક વાડીમાંથી નશાકારક ગાંજાનું વાવેતર કરનાર એક શખ્સને 63.45 કિલો ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એસઓજી અને વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર તાલુકાના તરકિયા ગામની સીમમાં ઢોરા વાળી તરીકે ઓળખાતી વાડીમાં દરોડો પાડી આરોપી ભીખુભાઇ પોલાભાઈ ડાભી(ઉ.વ. ૪૩, રહે. તરકીયા)ને વાડીમાં ગાંજાના વાવેતર સાથે રંગેહાથ ઝડપી લીધો હતો….
પોલીસે આ બનાવમાં સ્થળ પરથી નશાકારક ગાંજાના 326 નંગ લીલા છોડ જેનો વજન 63.450 કિલોગ્રામ સહિત કુલ રૂ. 6,34,500ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડી તેની સામે વાંકાનેર તાલુકા પોલીસમાં એનડીપીએસ એકટ 8(B), 20(A)1 મુજબ ગુન્હો નોંધી બનાવની વધુ તપાસ શરૂ કરી છે…
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1