ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આજે જુનિયર કલાર્કની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના 32 જીલ્લાઓના ત્રણ હજાર કરતાં વધુ કેન્દ્રો પર નોંધાયેલા કુલ 9.53 લાખ જેટલા ઉમેદવારોમાંથી 7.28 લાખ જેટલા ઉમેદવારોએ શાંતિપૂર્ણ માહોલમાં પરિક્ષા આપી હતી. જેમાં બપોરે 12.30 કલાકથી શરૂ થયેલી પરીક્ષા 1.30 વાગ્યા સુધી ચાલી હતી. પંચાયતની જુનિયર ક્લાર્કના પરીક્ષાર્થીની લાંબી સમયની ઈન્તજારીનો આજે અંત તો આવ્યો હતો. આ પરીક્ષાનું પરિણામ જૂન મહિનામાં જાહેર થાય તેવી માહિતી હસમુખ પટેલ દ્વારા આપવામાં આવી છે. પરીક્ષા પૂર્ણ થતા પરીક્ષાર્થીઓ અને તંત્રએ રાહત અનુભવી છે…

અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં અગાઉ પેપર લીક જેવી ઘટનાના કારણે પરિક્ષના દિવસે વહેલી સવારે જુનિયર ક્લાર્કની પરિક્ષા રદ કરવામાં આવી હતી, જે બાદ આજે આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને 32 જિલ્લામાં 500થી વધુ સ્ક્વૉડ સાથે આજે પરિક્ષા પુર્ણ થઇ છે. જેમાં પેપર સરળ હોવાના કારણે ઉમેદવારોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Lk9VeBiwaWLADeOOKfmVDU

error: Content is protected !!