સૌરાષ્ટ્રની બ્લડ બેન્કોમાં હાલ રક્તની તંગી વર્તાઈ રહી છે ત્યારે વાંકાનેર શહેર ખાતે સતત લોકહિત માટે કાર્યરત ઉદ્યોગપતિ પ્રજ્ઞેશભાઈ પટેલ દ્વારા રિફ્રેકટરી એસોસિયેશન અને સૌરાષ્ટ્ર વોલન્ટરી બ્લડ બેન્કના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં કુલ 85 બોટલ રક્ત એકત્ર થયું હતું..
હાલમાં રાજ્યમાં ડેન્ગ્યુનાં વધતાં કેસોને કારણે દર્દીઓ માટે રક્તની જરૂરિયાત હોય અને હાલ સૌરાષ્ટ્રની બ્લડ બેન્કોમાં પણ રક્તની અછત વર્તાઈ રહી છે, ત્યારે માનવ જીંદગી બચાવવાનાં ઉમદા હેતુસર વાંકાનેર ચેમ્બર પ્રમુખ, અગ્રણી ઉદ્યોગપતિ પ્રગ્નેશભાઈ પટેલ (જસદણ સિરામિક ગ્રૂપ વાંકાનેર) દ્વારા વાંકાનેર રિફ્રેકટરીઝ એશોસિએશન તથા સૌરાષ્ટ્ર વોલન્ટરી બ્લડ બેન્ક (રાજકોટ)નાં સહયોગથી જસદણ સિરામિક યુનિટ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 85 જેટલા રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું.
આ સમગ્ર આયોજનને સફળ બનાવવા પ્રગ્નેશભાઈ પટેલ, જગદીશભાઈ પટેલ, શૈલેષભાઈ પટેલ, હર્ષ પટેલ, કૌશલ પંડયા, સમીર દેવમુરારી, હરપાલસિંહ જાડેજા, વિનુભાઈ રાતડીયાવાળા, અખુભા ઝાલા, અમિત સેજપાલ, વિશાલ પટેલ, ભરત પટેલ સહિત તમામ મિત્ર મંડળ, વાંકાનેર રિફ્રેકટરી એશોસિએશન, જસદણ સિરામિક ગ્રૂપ (વાંકાનેર) સ્ટાફ તથા સૌરાષ્ટ્ર વોલન્ટરી બ્લડ બેન્ક (રાજકોટ) સ્ટાફ સહિતનાએ જહેમત ઉઠાવી હતી….
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/Jteb7Fbl3faARzF6FQshtT