સમગ્ર રાજ્યમાં જ્યારે ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર કરવામાં આવી છે ત્યારે તેના માટે આજથી ફોર્મ ભરવાના શરૂ થયા છે જેમાં મોરબી જિલ્લાની 315 ગ્રામ પંચાયતોમાં પણ ચુંટણીનો માહોલ બરોબર જામ્યો છે…

મોરબી જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓનો ધમધમાટ પુરજોશમાં ચાલી રહ્યો છે. મોરબી જિલ્લાની ગ્રામ પંચાયતની ચૂંટણીઓ માટે આજે સોમવારે ઉમેદવારી પત્રો ભરવાનું શરૂ થશે અને આગામી 4 ડિસેમ્બર સુધી ભરવાની પ્રક્રિયા ચાલશે. મોરબી જિલ્લામાં કુલ 358 ગ્રામ પંચાયતમાંથી મોરબી તાલુકાની 87, માળીયા (મી) તાલુકાની 37, ટંકારા તાલુકાની 42, વાંકાનેર તાલુકાની 83 અને હળવદ તાલુકાની 66 સહિત કુલ 315 ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યોજાવાની છે…

આ માટે તંત્રએ તમામ તૈયારીઓ પણ કરી લીધી છે અને 5 ગામ વચ્ચે એક ચૂંટણી અધિકારી અને આસી. ચૂંટણી અધિકારીની નિમણુંક કરી દેવાય છે અને નજીકના સ્થળે ફોર્મ ભરવાનું પણ નક્કી કરી દેવામાં આવ્યું છે. જેથી હાલ મોરબી જિલ્લાના ગામડાઓમાં બરાબરનો ચુંટણી માહોલ જોવા મળી રહ્યો છે…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/Jteb7Fbl3faARzF6FQshtT

error: Content is protected !!