એકતરફ મોરબી જિલ્લા ભાજપ ઉપપ્રમુખ અને તેના પુત્ર સામે ફરિયાદ નોંધાઇ તો સામાપક્ષે પાંચ શખ્સો સામે ગુનો નોંધાયો…

વાંકાનેર તાલુકાનાં જોધપર ગામે બજારમાં હોર્ન વગાડવા જેવી સામાન્ય બાબતમાં બે પક્ષો બાખડ્યા હતા જેમાં જીલ્લા ભાજપ અગ્રણી અને તેના પાડોશી વચ્ચે થયેલ આ ઝઘડામાં બન્ને પક્ષે ગાડી અને ઘરમાં તોડફોડ કરતા બંને પક્ષોએ એકાબીજા સામે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાનાં જોધપર ગામ ખાતે રહેતા અને મોરબી જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ગાડુંભાઇ લખમણભાઈ ધરજીયા (ઉ.વ.60)એ વાંકાનેર તાલુકા પોલીસમાં આરોપી મધુબેન ઉર્ફે બેબીબેન, આશાબેન બીપીનભાઇ, રોહીતભાઇ, મુના શીવા, ગોકળભાઇ અને બીપીનભાઇ શીવાભાઇ (રહે. બધા જોધપર)ની સામે ફરિયાદ નોંધાવી છે કે, ગત તા ૩૦ના રોજ રાત્રિના એકાદ વાગ્યાના અરસામાં તેઓ પોતાના ઘરે હતા ત્યારે આરોપી બીપીનભાઇનો દિકરો ઉદય અનાવનવાર બજાર ઇકો ગાડી લઇ હોર્ન વગાડતો હતો,

જેથી તેને હોર્ન વગાડવાની ના પાડતા આરોપીએ ફરિયાદીના ઘર પાસે આવીને ગાળો આપી ઘરની બહાર આવવા માટે કહ્યું હતું જેમાં ફરિયાદી ઘરની બહાર ન નીકળતા આરોપીઓએ તેમના મકાનની બારીના કાચ તોડી નાખ્યા હતા અને તેમની વેગનઆર કાર નં. GJ 3 DG 7686 ના કાચ તોડી નુકશાની કરેલ હતી અને આરોપી બીપીનભાઇ હાથમાં છરી લઈ ફરિયાદીને મારવા માટે દોડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જેથી પોલીસે આ બનાવમાં આરોપીઓ સામે આઇપીસી કલમ ૫૦૪, ૫૦૬ (૨), ૪૨૭, ૧૧૪ જી.પી.એકટ ૩૭ (૧), ૧૩૫ મુજબ ગુનો નોંધી આરોપીઓને પકડી પાડવા માટે તજવીજ શરૂ કરી છે…

આ જ બનાવમાં સમાપક્ષે ફરિયાદી મધુબેન બીપીનભાઇ દાદરેચા (ઉ.વ. 40, રહે. જોધપર)એ આરોપી ગાંડુભાઇ લખમણભાઇ ધરજીયા અને જેરામ ઉર્ફે જેરો ગાંડુભાઇ ધરજીયાની સામે ફરિયાદ નોંધાવી છે કે, આરોપીઓએ તેઓને તેમજ તેના દીકરા ઉદયને શેરીમા હોર્ન વગાડવા બાબતે ઉભા રાખી જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને ગાંડુભાઇએ તેઓને તેમજ તેની દીકરી આશાને ફડાકો માર્યો હતો અને આરોપી જેરામે ફરિયાદીના પતિની ઇકો કાર નં GJ 36 L 1831 માં આગળના કાચમાં છુટો પથ્થર મારીને કાચ તોડી નાખ્યો હતો

અને બન્ને આરોપીઓએ ફરિયાદી તેમજ તેના દીકરા અને દીકરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી પોલીસે આ બંને આરોપીઓ સામે આઇપીસી કલમ ૩૨૩, ૪૨૭, ૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ છે…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/Jteb7Fbl3faARzF6FQshtT

error: Content is protected !!