મોરબી-વાંકાનેર હાઇવે પર આવેલ ઢુવા ગામ નજીક ડીવાઈડર વચ્ચે લગાવવામાં આવેલ થાંભલા સાથે બાઈક અથડાતાં બાઇક ચાલક યુવાનને માથામાં ગંભીર ઇજા પહોંચી હતી જેના કારણે યુવાનનું મોત ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ હાલમાં મોરબીના વૃંદાવન પાર્ક સોસાયટીમાં આવેલ ગોકુલ હાઇટના ફ્લેટ નંબર ૧૦૧ માં રહેતા મયુરભાઈ નવીનભાઈ હદવાણી(ઉ.વ. 37) પોતાનું બાઇક નંબર GJ 36 H 9874 લઈને મોરબી-વાંકાનેર હાઇવે પર આવેલ ઢુવા ગામ નજીકથી પસાર થઇ રહ્યા હોય ત્યારે સર્વિસ રોડ પર ડિવાઇડર પાસે લોખંડના થાંભલા સાથે તેમનું બાઈક અથડાતાં ગંભીર આકસ્માત સર્જાયો હતો જેમાં મયુરભાઈને માથામાં ગંભીર ઈજા પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું….

આ બનાવમાં હાલ મૃતક યુવાનના મોટાભાઈ વિમલભાઈ નવીનભાઈ હદવાણી એ બનાવની ફરિયાદ વાંકાનેર તાલુકા પોલીસમાં નોંધાવતા પોલીસે મૃતક યુવાન સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/Jteb7Fbl3faARzF6FQshtT

error: Content is protected !!