વાંકાનેર તાલુકાના જોધપર ગામની સીમમાં આવેલ વાડીના રસ્તા બાબતે બે પરિવારો વચ્ચે બઘડાટી બોલી હતી, જેમાં બંને પક્ષો દ્વારા એકબીજા પર હુમલો કરી માર મારવામાં આવતા બંને પક્ષોએ સામસામે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના જોધપર ગામ ખાતે રહેતા ફરિયાદી મુમતાજબેન આરીફભાઈ શેરસીયાએ વાંકાનેર તાલુકા પોલીસમાં આરોપી ઝરીનાબેન, રિમતબેન, સલીમ આહમદભાઈ શેરસિયા, અબ્દુલભાઈનો છોકરો, રફીકભાઈ આહમદભાઈ શેરસિયા, રફીકભાઈનો દીકરો તેમજ ટ્રેકટર નંબર GJ 03 K 7817ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, ઉપરોક્ત આરોપીઓ દ્વારા તેમની જોધપર ગામની સીમમાં આવેલ વાડીના રસ્તા ઉપર ગોઠવેલા પથ્થર તોડી નાખી, નુકશાન પહોંચાડી ફરિયાદી તથા સાહેદોને ગાળો આપી હુમલો કરી માર માર્યો હતો…
જ્યારે આ બનાવમાં સામાપક્ષે ફરિયાદી જરીનાબેન સલીમભાઈ શેરસિયાએ આરોપી મુમતાજબેન, આરીફભાઈ, મામદભાઈ, હસીનાબેન મામદભાઈ, મામદહુસેન રહેમાનભાઈ, સૈફુદીન અબ્દુલભાઇ અને અબ્દુલભાઇ નૂરમામદભાઈ વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, તેઓને આરોપીઓ સામે વાડીના રસ્તે ચાલવા બાબતે કોર્ટમાં કેસ ચાલું હોય જેમાં આરોપીઓ રસ્તામાં પથ્થર નાંખતા હોય જેથી પથ્થર નાખવાની ના પાડતા ફરિયાદી તથા સાહેદો સાથે ઝપાઝપી કરી ગાળો આપી માર માર્યો હતો…
જેથી આ બનાવમાં વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા બંને પક્ષોની સામસામી પોલીસ ફરિયાદ નોંધી બનાવની વધુ તપાસ હાથ ધરી છે…..
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Lk9VeBiwaWLADeOOKfmVDU