ખાદ્ય પદાર્થો પર ઝીંકાશે GSTનો ફટકો : ૬૫૦૦થી વધુ યાર્ડોમાં હડતાલની તૈયારી, લોટ, દાળ, ચોખા મોંઘા થશે…
ખાદ્ય ચીજોના ભાવોથી ત્રસ્ત દેશના ૧૩૦ કરોડ લોકોની મુશ્કેલીઓ ૧૮ જુલાઇથી વધારે વધવાની છે. જેનું જીએસટી કાઉન્સિલે અનબ્રાન્ડેડ પરંતુ પેકિંગમાં વેચાતા દૂધ, દહીં, પનીર, છાશ, લોટ જેવા રોજિંદા વપરાશના ખાદ્ય પદાર્થ પર 5 ટકા જીએસટી લાદવાનો નિર્ણય લીધો છે. અત્યાર સુધી બ્રાન્ડેડ ખાદ્ય સામગ્રી પર 5 ટકા જીએસટી હતો. પરંતુ લોકલ બ્રાન્ડ પર જીએસટી લેવાતો ન હતો.
કાઉન્સિલે નાની બ્રાન્ડની પ્રોડક્ટ પર પણ 5 ટકા જીએસટી લગાવ્યો છે. એટલે કે લોકોએ 1 હજાર સુધીની લોકલ પ્રોડક્ટ પર રૂ.50 વધારે ચૂકવવા પડશે. સ્થાનિક બ્રાન્ડ અને પેકેજિંગ પર જીએસટીની અસર દરેક પર થશે. કારણ કે, આજે પણ ઘર વપરાશની નાની મોટી વસ્તુ લોકો સ્થાનિક બ્રાન્ડની જ ખરીદે છે…
છૂટક વેપારીઓના રાષ્ટ્રીય સંગઠન કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ(કૈટ)એ આનો અમલ રોકવાની માંગણી કરી છે. ગ્રેન રાઇસ એન્ડ ઓઇલ સીડસ મર્ચન્ટ એસોસીએશન(ગ્રોમા)એ આને તઘલખી ફરમાન ગણાવ્યુ છે. ગ્રોમાના પ્રમુખ શરદકુમાર મારૂએ બાબતે કહ્યું કે અમે આને નથી માનવાના, આના વિરોધમાં દેશની ૬૫૦૦થી વધારે મંડીઓમાં હડતાલ થઇ શકે છે. વડાપ્રધાન મોદીએ આમા હસ્તક્ષેપ કરવો જોઇએ. વડાપ્રધાને ભરોસો આપ્યો હતો કે ચોખા, દાળ, લોટ, દુધ- દહીં વગેરે પર જીએસટી નહીં લાગે. જો આ જીએસટી લાગશે તો અનબ્રાંડેડ પેકડ ખાદ્ય પદાર્થોના ભાવો ૨ થી ૩ રૂપિયા વધી જશે….
વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/II2ues9Cv0BDqPgrSDlhWI