આ શેરીમાં રહેતા નાગરિકો અને આજુબાજુના દુકાનદારોની અનેક રજૂઆતોને ઘોળીને પી જતું વાંકાનેર પાલિકાતંત્ર : આ શેરીના નવ ફ્લેટ ધારકોના ભોખારની પાઈપલાઈન તુટી જતા શેરીમાં વહેતું ગંદુ પાણી, ગંભીર રોગચાળો માથુ ઉંચકે પૂર્વે પાલિકા તંત્ર પગલાં લેશે ખરૂં ?

વાંકાનેર શહેરના જીનપરા મેઇન રોડ પર આવેલ પ્રખ્યાત રામદુગ્ધાલય વાળી શેરી એટલે ખુલ્લુ નર્કાગાર. છેલ્લા ઘણા સમયથી આ શેરીમાં આવેલ ત્રણ માળના નવ ફ્લેટ ધારકોના ભોખારની પાઈપલાઈન તુટી જતાં ગંદું-દુર્ગંધયુક્ત પાણી શેરીમાં વહેતું થાય છે જેથી આ શેરીના રહિશો અને આજુબાજુના દુકાનદારો નર્કાગારમાં રહિ ત્રાહિમામ પોકારી ઉઠયા છે….

છેલ્લા ઘણા સમયથી તુટેલી આ ભુગર્ભની પાઈપલાઈન રિપેર કરવા માટે આજ સુધી કોઈએ પણ તસ્દી લીધી નથી. સ્થાનિક દ્વારા આ બાબતે છેલ્લા દોઢેક માસથી પાલિકાતંત્રને રજૂઆતો કરવામાં આવે છે છતાં આજ સુધી તંત્રના કોઇ પણ કર્મચારીએ સ્થળની મુલાકાત પણ લીધી નથી ! સફાઇ વેરો વસુલવામાં પાવરધી વાંકાનેર નગરપાલિકા સફાઈ કરવામાં કેમ તાગડધિન્ના કરે છે ?

આ શેરીની સાફ-સફાઈ કરવી અને ગટરના પાઇપ રીપેર કરવાની કામગીરી કોની ફરજમાં આવે ? આ નર્કાગાર સમસ્યાથી આજુબાજુના નાગરિકો-દુકાનદારો કોઈ ગંભીર બિમારીમાં સપડાય અને બિમારી શહેરમાં ફેલાઇ તે પૂર્વે આ નર્કાગાર સમસ્યા તાકીદે હલ કરવા અહિંના નાગરિકોમાં માંગ ઉઠી છે…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/K9LOywS76zl4e4qPDbPIoN

error: Content is protected !!