વાંકાનેર તાલુકાના જેપુર-રૂપાવટી રોડ પર એટ હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે જેથી એક કાર ચાલકે યુવકને હડફેટે લેતા તેનું મોત થયું હતું, જેથી આ બનાવમાં મૃતક યુવાનના પિતાની ફરીયાદ પરથી વાંકાનેર તાલુકા પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી જગદીશભાઇ સોમાભાઇ માધાણીએ વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, વાંકાનેર તાલુકાના જેપુર-રૂપાવટી રોડ પર ગોરધનભાઇ ચાવડાના રહેણાંક મકાન સામે આરોપીએ પોતાના હવાલાવાળી સ્વીફ્ટ કાર રજી. નં. GJ 03 ME 3568 વાળી પુરઝડપે અને બેફીકરાઇથી માણસની જીંદગી જોખમાઇ તે રીતે ચલાવી ફરિયાદીના દીકરા ભાવીકભાઈ જગદીશભાઈ માધાણીને હડફેટે લઇ પછાડી દેતા,

તેને શરીરે તથા માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી જેથી તેને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત થતા આ બનાવમાં ફરિયાદીએ ઉપરોક્ત કારના ચાલક સામે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે જેથી પોલીસે કાર ચાલક સામે આઇ.પી.સી. કલમ ૨૭૯,૩૩૭,૩૦૪(અ) તથા એમ.વી.એક્ટ કલમ ૧૭૭,૧૮૪,૧૩૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/EWKXbrU4DOy47Aw6sqSGm7

error: Content is protected !!