સેવા, નિષ્ઠા, અને સમર્પણના પર્યાય, વિદ્યાર્થીઓના હિતને સર્વોપરી ગણી અને શિક્ષણમાં નવા પ્રયોગોના આગ્રહી, અનેક વિદ્યાર્થીઓના ચારિત્ર્ય નિર્માણમાં જેનો સિંહ ફાળો છે એવા શ્રી વી એ. મહેતા વિદ્યાભારતી શૈક્ષણિક સંકુલ વાંકાનેર સંચાલિત શ્રી કે.કે.શાહ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક વિદ્યાલયના પ્રધાનાચાર્ય શ્રી જયંતિભાઈ પડસુંબિયા તા. ૩૧/૧૦/૨૦૨૧ના રોજ સેવાનિવૃત થઇ રહ્યા હઘય જેમનો ગઈકાલના રોજ નિવૃત્તિ સન્માન સમારોહ યોજાયો હતો…

જયંતિભાઈ બાલ્યકાળથી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં સ્વયંસેવક, વિસ્તારક અને કાયૅકતૉ તરીકે તેમજ વિદ્યાભારતી માં અનેકવિધ જવાબદારીઓ વહન કરતા હાલ રાજકોટ વિભાગના મંત્રી તેમજ સંસ્કૃતિ બોધ પરિયોજના ગુજરાત પ્રાંતના સંયોજક તરીકે કાર્યરત છે. તેઓ શાળા વિકાસ સંકુલમાં કન્વીનર તરીકે તેમજ તાલુકા કર્મચારી ધિરાણ મંડળીમાં લાંબા સમય સુધી પ્રમુખ તરીકે સેવાઓ આપી પોતાની ઉત્કૃષ્ટ વહીવટી ક્ષમતાઓનો પરિચય આપેલ તેમનો નિવૃત્તિ સન્માન સમારોહ વાંકાનેર વિદ્યાભારતી સંકુલના પ્રમુખ તેમજ ભૂતપૂર્વ સાંસદ શ્રી લલિતભાઈ મહેતાના અધ્યક્ષતામાં શ્રી કે કે.શાહ માધ્યમિક વિદ્યાલયના ઓડિટોરિયમમાં યોજાયો હતો..

આ કાર્યક્રમમાં અતિથિવિશેષ તરીકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર અને વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી નીતિનભાઈ પેથાણી તેમજ વિદ્યાભારતી ગુજરાત પ્રદેશના સંગઠન મંત્રી શ્રી મહેશજી પતંગે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય બાદ સરસ્વતી વંદનાથી કરી સ્વાગત અને પરિચય બાદ મંચસ્થ મહાનુભાવોએ પોતાના વક્તવ્યમાં શ્રી જયંતિભાઇ પડસુંબિયાના કર્તવ્ય પરાયણ સ્વભાવ અને તેમની યશસ્વી કામગીરીને બિરદાવી તેમની દીર્ઘાયુની કામના કરી હતી.

પ્રસ્તાવિક ઉદબોધન આપતા સંસ્થાના ટ્રસ્ટી શ્રી વિનુભાઈ રુપારેલીયા કર્મઠ કાર્યકર્તાની વ્યાખ્યા આપતા કહ્યું હતું કે, આ સન્માન એ વ્યક્તિનું નહી, પરંતુ શિક્ષણમાં ભારતીયતા લાવવાના તેમના પ્રમાણિક પ્રયત્નોનુ છે. સ્ટાફ પ્રતિનિધિ ભુપતભાઇ છૈયાએ જયંતિભાઈ સાથેના સંસ્મરણોને વાગોળી, ટ્રસ્ટીશ્રી અમરશીભાઈ મઢવીએ પોતાના સંસ્મરણો વાગોળતા કહ્યું કે જયંતિભાઈની આયોજનબદ્ધ રીતે કામ કરવાની પદ્ધતિ તેમને વ્યક્તિવિશેષ બનાવે છે…

આ જ રીતે સંસ્થાના પૂર્વ પ્રધાનાચાર્ય શ્રી ડી. સી. જોષી સાહેબે જયંતિભાઈ સાથે કરેલ કામના દિવસોને યાદ કરતાં કહ્યું હતું કે, જયંતિભાઈ જેવા જ્ઞાની માણસ કોઈ દિવસ નિવૃત્ત થઈ શકે નહીં, એમના જ્ઞાનનો લાભ જીવન પર્યંત સમાજને મળવો જોઈએ. ઉદ્યોગપતિ શ્રી ઘનશ્યામભાઈ ઢોલરિયાએ શિક્ષણ સાથે સદગુણો અને સંસ્કારોના સિંચન માટેના જયંતિભાઈના પ્રયત્નોને બિરદાવ્યા ત્યારે યુવા ઉદ્યોગપતિ પ્રજ્ઞેશભાઈ પટેલે સામાજિક પ્રવૃતિ થકી સમાજને લાભાન્વિત કરવા અનુરોધ કર્યો હતો…

ગાયત્રી શક્તિપીઠના મહંતશ્રી અશ્વિનભાઈ રાવલ આશિર્વચન સાથે શુભકામનાઓ આપી હતી. અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ તેમજ વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી નીતિનભાઈ પેથાણીએ નિવૃત્તિને ‘વૃતિ’ માંથી નિવૃત્ત થઈ વધુ પ્રવૃત્ત બનવાના સમય તરીકે ઓળખાવી અત્યાર સુધીની જયંતિભાઈની વિદ્યાભારતીની કામગીરીને બિરદાવી અને વિદ્યાભારતીના અન્ય પ્રકલ્પો માં પણ તેમના જ્ઞાનનો લાભ મળે તેવી અપેક્ષા વ્યક્ત કરી, તેમનામાંથી પ્રેરણા લેવા કાર્યકર્તાઓને અપીલ કરી હતી…

વિદ્યાભારતી ગુજરાત પ્રાંત સંગઠન મંત્રી શ્રી મહેશજી પતંગે શિક્ષકના જીવનને નદી સાથે સરખાવતાં જયંતિભાઈને એક સાચા સ્વયંસેવક ગણાવ્યા જેમણે પોતાના કર્મ માટે પોતાનું સર્વસ્વ સમર્પિત કરી દીધું છે. પોતાની જીવન યાત્રા-શિક્ષણ યાત્રાથી આત્મસંતોષ વ્યક્ત કરી સંસ્મરણોને વાગોળતા જયંતિભાઈએ સંસ્થાના પ્રમુખ અને તેમના પ્રેરણાસ્ત્રોત શ્રી લલિતભાઈ મહેતાને આ સંસ્થામાં કામ કરવાની તક આપવા બદલ આભાર માન્યો હતો. તેમણે વિદ્યાલયની ‘શ્રેષ્ઠ શાળા એવોર્ડ’ સહિતની મધુર યાદોને તાજી કરી ટિપ્પણી કરી કે શ્રેષ્ઠ કામગીરી માટે આગ્રહ રાખવા ખૂબ જરૂરી છે. શિક્ષણમાં ભારતીયતા માટેના તેમના સમગ્ર કારકિર્દી દરમિયાનના પ્રમાણિક પ્રયત્નો માટે તેમણે સંસ્થાના પ્રમુખ, ટ્રસ્ટીગણ, સહકાયૅકરો, વાલીગણ તેમજ તેમના પરિવારજનોના સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો હતો…

અધ્યક્ષીય ઉદબોધન આપતા સંસ્થાના પ્રમુખ અને પૂર્વ સાંસદ શ્રી લલિતભાઈ મહેતાએ જયંતિભાઈ પડસુંબિયાની કર્તવ્યનિષ્ઠાને બિરદાવી અને કહ્યું કે તેઓએ આ સંસ્થાને તેમના કામ થકી ગૌરવ અપાવ્યું છે. આ સમારંભ અંતર્ગત અનેક સંસ્થાઓ તથા આગેવાનો દ્વારા શ્રી જયંતિભાઈનું સન્માન કરવામાં આવ્યું હતું જે બદલ જયંતિભાઈના જયેષ્ઠ પુત્ર ઉદયભાઇ પડસુબિયાએ તમામનો આભાર વ્યક્ત કર્યો હતો…

સેવાનિવૃત્તિ કાયૅક્રમમાં સંસ્થાના ટ્રસ્ટીગણ, શૈક્ષણિક સંકુલનાં તમામ શિક્ષકો, ઉપરાંત ડો.જિગ્નેશભાઇ દેલવાડીયા, અપૂવૅભાઇ મણીઆર, પધ્યુમનભાઇ સાતા, ધીરુભાઇ કરકર, યોગેન્દ્રસિંહ ઝાલા, જિલ્લા શિક્ષાણિધીકારી કચેરીના શ્રી ભાવેશભાઇ ભાલોડીયા, શ્રી શૈલેષભાઇ મેરજા સહિતના ખાસ હાજર રહ્યા હતા…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/LNWfZDZNaMfDm0uixgvXkf

 

error: Content is protected !!