વાંકાનેર તાલુકાના જામસર ગામ નજીક વાંકાનેર તાલુકા પોલીસ ટીમના પેટ્રોલિંગ દરમિયાન ત્યાંથી શંકાસ્પદ હાલતમાં પસાર થતા એક બાઈક ચાલકને રોકી તલાસી લેતાં તેની પાસેથી 3 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે બાઈક અને દારૂ સહિતનો મુદામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસ ટીમના જામસર ગામ પેટ્રોલિંગ દરમિયાન ત્યાંથી શંકાસ્પદ હાલતમાં પસાર થતા એક GJ 03 HB 1725 નંબરના બાઈક ચાલકને રોકી તેની તલાસી લેતાં તેની પાસેથી ઈંગ્લીશ દારૂની 3 બોટલ જેની કિંમત રૂ. 900 ગણી પોલીસે કુલ રૂ. 25,900 ના મુદામાલ સાથે આરોપી મુકેશ મનસુખ દંતેસરીયા (રહે જામસર)ને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…
ઉપરોક્ત બનાવમાં અન્ય આરોપી બલદેવસિંહ ઝાલા (રહે. નાળધ્રી તા. મુળી, સુરેન્દ્રનગર)નું નામ ખુલતા વાંકાનેર તાલુકા પોલીસ તેની સામે પભ ગુનો નોંધી તેને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/GFSnM2Pym70G4SxYebOaly