આજે 5 જુન, વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વાંકાનેરના મહારાણા રાજસાહેબ શ્રી કેસરીદેવસિંહજીના વડપણ હેઠળ વન વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી ટી. એન. દઢાણીયા સાહેબ અને સાણજા સાહેબના માર્ગદર્શન મુજબ વાંકાનેરના મહારાણા રાજ સાહેબ સ્વ. ડૉ. દિગ્વિજયસિંહજી કે જેવો ભારત સરકારના પ્રથમ પર્યાવરણ મંત્રી હતા અને તેઓએ દેશમાં પ્રથમ પર્યાવરણ મંત્રાલય શરૂ કરાવેલ તેમને શ્રદ્ધાંજલિ રૂપે ગરાસીયા બોર્ડિંગ વાંકાનેર ખાતે આજે વિશ્વ પર્યાવરણ દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી….

આ તકે શહેર અને ગ્રામ્ય વિસ્તારના આગેવાનો, સંતો-મહંતો, સરપંચો, તાલુકા પંચાયત તથા જિલ્લા પંચાયતના સદસ્ય, પાર્ટીના હોદ્દેદારો તેમજ ધાર્મિક સંસ્થાના વડા હાજર રહ્યા હતા…

આ તકે વાંકાનેરના સ્વર્ગસ્થ મહારાણાને વિશેષ શ્રદ્ધાંજલિ અર્પિત કરવા આગામી ચોમાસા દરમિયાન વાંકાનેર શહેર તથા તાલુકામાં 20,000 જેટલા વૃક્ષોનું વાવેતર કરી તેનો ઉછેર કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો. તેમજ ગરાસીયા બોર્ડિંગ પ્રાંગણમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે વૃક્ષારોપણ કરવામાં આવ્યુ હતું. આગામી દિવસોમાં પર્યાવરણની જાળવણી માટે શક્ય તમામ મદદ સાથે વાંકાનેરના નાગરિકોના સહકારની અપેક્ષા કેસરીદેવસિંહજી ઝાલા દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી..

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/GFSnM2Pym70G4SxYebOaly

error: Content is protected !!