વાંકાનેર તાલુકાના જાંબુડિયાના પાટિયા નજીક સરકારી ખરાબામાં જાહેરમાં જુગાર રમતા છ શખ્સોને વાંકાનેર સીટી પોલીસે ઝડપી પાડી આરોપીઓ પાસેથી કુલ રૂ.10,500નો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પીઆઇ એચ.એન રાઠોડ, એ.એસ.આઈ. હીરાભાઈ, દીવ્યરાજસિંહ ઝાલા, ભરતભાઈ ખાંભરા, કૃષ્ણરાજસિહ ઝાલા તથા અજીતભાઈ સોલંકી સહિતનો પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હોય ત્યારે જાંબુડીયાના પાટીયા પાસે ખરાબામાં જાહેરમાં કુલ છ ઈસમો ગંજીપતાના પાના તથા પૈસા વડે તીન-પતીનો હારજીતનો જુગાર રમતા હોવાનું જણાતા પોલીસે સ્થળ પર દરોડો પાડી કુલ છ શખ્સોને રોકડ રકમ રૂ. 10,500 સાથે ઝડપી લીધા હતા…
પોલીસે દરોડા દરમિયાન જાહેરમાં જુગાર રમી રહેલા અનીલભાઈ સલીમભાઈ પંજવાણી, હુશેનશા ઈસ્માઈલશા સાહમદાર, વિપુલભાઈ રમેશભાઈ ચૌહાણ, હીરેનભાઈ ભીખાભાઈ માણેક, વિકીભાઈ રમેશભાઈ અઘારા તથા સાગરભાઈ સામજીભાઈ સોલંકીને ઝડપી પાડી તમામ આરોપીઓ સામે જુગારધારાની કલમો મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી….
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/KtzP7mx3AkvCarWkgCgoCr