કલેકટર દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામાંના અર્થઘટનમાં ક્ષતિ : તંત્ર દ્વારા ઉતાવળે આજે બજારો બંધ કરાવાઈ, ભુલ સમજાતા પોલીસ દ્વારા સ્પષ્ટતા કરાઈ…
મોરબી જિલ્લા કલેકટરના જાહેરનામાં મુજબ આજે પોલીસ તંત્ર દ્વારા વાંકાનેર શહેરની બજારો બંધ કરાવી લોકોને મીની લોકડાઉનનું પાલન કરવા સુચનાઓ આપવામાં આવી હતી પરંતુ આ બાબતે કલેકટર દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામાના અર્થઘટન માં ક્ષતિ રહી હોય જેથી આ મીની લોકડાઉન ફક્ત જે શહેરમાં કર્ફ્યૂ લાગું હોય એટલે કે મોરબી શહેર પુરતું જ મર્યાદિત હોવાની તંત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે….
આ બાબતે વાંકાનેર શહેર પીઆઈ રાઠોડ અને ઈન. મામલતદાર પટેલ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે વાંકાનેર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કોઈ લોકડાઉનની જાહેરાત કરવામાં આવી નથી અને આવતી કાલથી તમામ બજારો રાબેતા મુજબ શરૂ રહેશે. મોરબી કલેકટર દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામું ફક્ત મોરબી શહેર પુરતું જ મર્યાદિત રહેશે. આ સિવાય જીલ્લાના અન્ય શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં તેની કોઈ અસર રહેશે નહીં…
આજે પોલીસ તંત્ર દ્વારા વાંકાનેર શહેરની બજારો બંધ કરાવવામાં બાબતે વધુમાં તેમણે જણાવ્યું હતું કે કલેકટર દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામાના અર્થઘટન માં ક્ષતિ હોય જેથી વાંકાનેર શહેરની બજારો બંધ કરાવવામાં આવી હતી પરંતુ બાદમાં આ બાબતે કલેક્ટર દ્વારા સ્પષ્ટતા કરાતાં આવતી કાલથી વાંકાનેર શહેરની તમામ બજારો રાબેતા મુજબ શરૂ રાખી શકાશે…
આ સાથે જ જે વેપારી એસોસિયેશનોએ બપોર બાદ બંધમાં જોડાવાની જાહેરાત કરી છે તેઓ સ્વેચ્છાપૂર્વક બંધમાં જોડાઈ શકશે જેમાં તંત્ર દ્વારા કોઇપણ બજારો કે દુકાનો બંધ કરાવવામાં આવશે નહીં….
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/KtzP7mx3AkvCarWkgCgoCr