વાંકાનેર તાલુકાના જાલી ગામ ખાતે કોઈ શખ્સો જાહેરમાં જુગાર રમતા હોવાની ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર પોલીસે સ્થળ પર દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા પાંચ પત્તા પ્રેમીઓને ઝડપી લીધા હતા જ્યારે બે શખ્સો ફરાર થઈ જતાં પોલીસે સાત શખ્સો સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…..

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના જાલી ગામ ખાતે કોઈ શખ્સો જાહેરમાં જુગાર રમતાં હોવાની ચોક્કસ ખાનગી બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા ૧). ભુપતભાઈ વાલજીભાઈ રૂદાતલા, ૨). જયંતિભાઈ વાલજીભાઈ ગોરીયા, ૩). વેલજીભાઈ શામજીભાઈ માલકીયા, ૪). રમેશભાઈ ખેતાભાઈ ગાબુ અને ૫). કુંવરાભાઈ મેહુરભાઈ સરૈયાને જુગાર રમતા રંગે હાથ ઝડપી લીધા હતા…

જ્યારે આ બનાવમાં અન્ય આરોપી ૬). ભરતભાઈ સંઘાભાઈ સરાવાડીયા અને ૭). ચતુરભાઈ અમરશીભાઈ પારેજીયા પોલીસને જોઈ નાસી છૂટયા પોલીસે કુલ રૂ. 2,350 નો મુદ્દામાલ કબજે કરી સાત શખ્સો સામે જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/FiSSadlUTGL3knNTGaYkRl

error: Content is protected !!