વાંકાનેર શહેર ખાતે સંત શિરોમણી પુજ્ય જલારામ બાપાની 222 મી જન્મ જયંતીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી જેમાં વાંકાનેર માર્કેટ ચોક ખાતે ભાજપ અગ્રણી જીતુભાઈ સોમાણી અને ટીમ દ્વારા ચોખ્ખા ઘીની બુંદી અને ગાઠીયાની પ્રસાદી વિતરણ કરવામાં આવી હતી…

વાંકાનેર રઘુવંશી સમાજ દ્વારા સંત શિરોમણી જલારામ બાપાની જન્મ જયંતી નિમિત્તે પ્રસાદ વિતરણ, પુજન-અર્ચન સહિત અનેકવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. આ તકે વાંકાનેર ભાજપ અગ્રણી જીતુભાઈ સોમાણી, નિવૃત્ત મામલતદાર પુજારા, નિવૃત્ત મામલતદાર સુબા, ચંદ્રપુર ગ્રામ પંચાયતના પુર્વ સરપંચ કાકુભાઈ મોદી સહિત રઘુવંશી સમાજના આગેવાનો હાજર રહ્યા હતા…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/EAXwU1EY8NpKgAA84tqrOe

error: Content is protected !!