ગુજરાતમાં ગઇકાલે જાહેર થયેલા સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના પરિણામોમાં વાંકાનેર તાલુકા પંચાયતની ગારિયા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર યુનુસભાઈ જીવાભાઈ શેરસીયાનો 500 કરતાં વધુ મતોથી અને તેમના પત્ની તથા વાંકાનેર તાલુકા પંચાયતના પુર્વ પ્રમુખ ફાતુબેન યુનુસભાઈ શેરસીયાનો મહિકા તાલુકા પંચાયત બેઠક પર 1000 કરતા વધુ મતોથી વિજય થતાં તેમણે મહિકા અને ગારીયા તાલુકા પંચાયત બેઠકના તમામ મતદારોનો હૃદય-પૂર્વક આભાર માન્યો હતો….
ગારીયા તાલુકા પંચાયત બેઠકના લોકલાડીલા વિજેતા ઉમેદવાર યુનુસભાઈ શેરસીયા અને મહિકા બેઠકના વિજેતા ઉમેદવાર ફાતુબેન યુનુસભાઈ શેરસીયાએ પોતાના મતવિસ્તારના તમામ મતદારો, કોંગ્રેસના કાર્યકરો, સામાજિક-રાજકીય આગેવાનો અને ખેડૂતોનો તેમને જંગી બહુમતીથી વિજયી બનાવવા બદલ જાહેર આભાર વ્યક્ત કર્યો છે…
ચુંટણી જાહેર થઈ ત્યારથી પરિણામ જાહેર થયા સુધી મહિકા તાલુકા પંચાયત બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ફાતુબેન યુનુસભાઈ શેરસીયા અને ગારીયા બેઠક પર યુનુસભાઈ શેરસીયાને વિજયી બનાવવા માટે તનતોડ મહેનત કરનાર તમામ કાર્યકરો, કોંગ્રેસના આગેવાનો અને આ વિસ્તારના મતદારો જેમણે તેમના પર વિશ્વાસ મુકી અને કોંગ્રેસ તરફી જંગી મતદાન કરી તેમને વિજય બનાવનાર તમામ મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો…
આ સાથે જ તેમણે આગામી સમયમાં આ વિસ્તારના તમામ પ્રશ્ને શક્ય તમામ પ્રયાસો કરી અને આ વિસ્તારના વિકાસ માટે સહભાગી બનશે તેવો મતદારોને વિશ્વાસ અપાવ્યો છે…
લી.
યુનુસભાઈ જીવાભાઈ શેરસીયા
(કોંગ્રેસ અગ્રણી અને વાંકાનેર તાલુકા પંચાયતના સદસ્ય)
ફાતુબેન યુનુસભાઈ શેરસીયા
(પુર્વ પ્રમુખ અને સદસ્ય, વાંકાનેર તાલુકા પંચાયત)
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/Hpo1NX3xfPNGBiOIH1pAjL