3598 ITI LOGO

મોરબી જિલ્લાની સરકારી આઈ.ટી..આઈ મોરબી, માળીયા-મિયાણા, હળવદ, ટંકારા તથા વાંકાનેર ખાતે ચાલતા વિવિધ પ્રકારના NCVT/GCVT પેટર્નના કોર્ષ/ વ્યવસાયોમાં વર્ષ-૨૦૨૨ માં પ્રવેશ મેળવવા માટેની ઓનલાઇન ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ છે. જેમાં ઉમેદવાર ઈન્ટરનેટના માધ્યમથી https://itiadmission.gujarat.gov.in વેબ સાઈટ પરથી ઓનલાઈન પ્રવેશફોર્મ તેમજ રૂ. ૫૦ રજીસ્ટ્રેશન ફી ભરી શકશે. અથવા તો ઉક્ત સંસ્થાઓ પૈકી નજીકની કોઇ પણ સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરી આપવામાં આવશે. ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૩૦/૦૯/૨૦૨૨ છે….

જિલ્લાની દરેક આઈ.ટી.આઈ ખાતે ૧૦:૦૦ થી ૦૫:૦૦ દરમિયાન ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવાની કામગીરી માટે તેમજ આઈ.ટી.આઈ. વિશે માર્ગદર્શન આપવા માટે સેન્ટર કાર્યરત છે. વધુ માહિતી માટે સંસ્થાની વેબ સાઇટ https://itimorbi.gujarat.gov.in/ ની મુલાકાત લેવા અનુરોધ કરવામાં આવે છે. ઉમેદવારે ઓનલાઇન પ્રવેશ ફોર્મ માટે ૧) ધો-૦૮/૦૯/૧૦ ની માર્કશીટ,

૨) પ્રયત્નનો દાખલો (Trial Certificate), ૩) શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, ૪) જાતીનું પ્રમાણપત્ર (જો લાગુ પડતું હોય), ૫) આધાર કાર્ડ, ૬) પાસપોર્ટ સાઈઝ ફોટો, ૭) બેંક પાસબૂક (મરજીયાત), ૮) આવકનો દાખલો, ૯) BPL (જો લાગુ પડતું હોય) સહિતના જરૂરી શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો સ્વપ્રમાણિત ઝેરોક્ષ નકલો સાથે લાવવાના રહેશે.

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/BXe7wBIsWfEBenSrHrJ7SR

error: Content is protected !!