થોડા સમય અગાઉ ભાજપના પ્રવક્તા નુપુર શર્મા અને નવિન જીન્દાલ દ્વારા એક ટીવી ચેનલમાં ડિબેટ દરમ્યાન ઈસ્લામ ધર્મના મહાન પયગંબર સાહેબ વિરુદ્ધ આપત્તિજનક ટિપ્પણી કરવામાં આવી હતી જેનો સમગ્ર દેશ અને દુનિયામાં મુસ્લિમ સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે જેથી આ બાબતે આજરોજ વાંકાનેર ખાતે મુસ્લિમ સમાજ દ્વારા મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી હતી…

બાબતે ચંદ્રપુર અને અરણિટીંબા ગામના મુસ્લિમ સમાજના યુવાનો દ્વારા વાંકાનેર મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી છે કે, ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રવકતા નુપુર શર્મા તથા ઝીન્દાલ દ્રારા ઈસ્લામ ધર્મના પયગંબર હઝરત મોહમ્મદ(સલ્લલ્લાહુ અલયહે વસલ્લમ)ની ગુસ્તાખી કરવા બદલ મુસ્લિમ સમાજની લાગણી દુભાયેલ હોય, જેથી બાબતે આપત્તિજનક વાણીવિલાસથી વિવાદ સર્જનાર નુપુર શર્મા અને નવિન જીન્દાલ સામે તાત્કાલિક જવાબદાર તંત્ર દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવા અપીલ કરવામાં આવી છે…

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/II2ues9Cv0BDqPgrSDlhWI

error: Content is protected !!