વાંકાનેર : હસનપર રેલ્વે સ્ટેશન નજીકથી અજાણ્યા યુવાનની લાશ મળી આવતા ચકચાર….

0

વાંકાનેર શહેર નજીક આવેલ હસનપર રેલ્વે સ્ટેશન તરફ જવાના રસ્તા પર સર્વિસ રોડની બાજુમાં ગટર પાસે એક યુવાનની લાશ મળી આવતાં વાંકાનેર સીટી પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતક યુવાનના મૃતદેહને પીએમ અર્થે વાંકાનેક સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી બનાવની વધુ તપાસ હાથ ધરી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેર નજીક આવેલ હસનપર રેલ્વે સ્ટેશન તરફ જવાના રસ્તા પરના સર્વિસ રોડની ગટર પાસે કોઈ અજાણ્યા ૨૫થી ૩૦ વર્ષની ઉંમરનાં યુવાનની લાશ પડી હોવાની જાણ વાંકાનેર સીટી પોલીસને થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને સ્થળ પર પ્રાથમિક તપાસ હાથ ધરી મૃતક યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી મૃતક યુવાનની ઓળખ મેળવવા અને બનાવનું કારણ જાણવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો…

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/II2ues9Cv0BDqPgrSDlhWI