વાંકાનેર તાલુકા વિસ્તારમાં બે અપમૃત્યુના બનાવ સામે આવ્યા છે જેમાં તાલુકાના હશનપર ગામે વિજશોક લાગવાથી યુવાનનું અને દિઘલીયા ગામ ખાતે વિજશોક લાગવાથી એક વૃદ્ધનું મોત થયું હતું જેથી આ બનાવની વાંકાનેર પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
પ્રથમ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના હશનપર ગામ ખાતે રહેતા કિશનભાઇ માલાભાઈ બાંભવા (ઉ.વ.૧૮) ગઈકાલના રોજ પોતાના ઘરે અગાસી ઉપર નીણ (સુકુઘાસ) લેવા જતા થાંભલાના ઈલેક્ટ્રીક વાયરને અડી જતા તેને વિજશોક લાગ્યો હતો જેમાં તેનું મોત થયું હતું જેથી આ બનાવની વાંકાનેર સીટી પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…
બીજા બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના દીઘલીયા ગામ ખાતે રહેતા હમીરભાઇ દેવશીભાઇ પરમાર (ઉ.વ. ૬૫) નામના વૃદ્ધ ગઈકાલે પોતાની વાડીએ હોય દરમિયાન તેમને ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા તેમનું મોત થયું હતું. જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી આગળ કાર્યવાહી હાથ ધરી છે….
વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/Caugn0J3CfLIgMBhvNsup0