વાંકાનેર પંથકમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. જેમાં પણ ખાસ ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાનો કહેર વરસી રહ્યો છે જેથી ગ્રામ પંચાયત દ્વારા તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે. જેમાં વાંકાનેર તાલુકાના હોલમઢ ગામે આજે તા. 18/04 થી આગામી તા. 01/05/2021 સુધી ગ્રામ પંચાયત દ્વારા સંપુર્ણ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. સાથેસાથે તમામ દુકાનોમાં ઠંડા પીણાંનું વેચાણ બંધ કરવા તાકીદ કરી નિયમોના ભંગ બદલ આકરી દંડનીય કાર્યવાહી કરવાનો નિર્ણય લેવાયો છે…
વાંકાનેર તાલુકાના હોલમઢ ગામે કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે હોલમઢ ગ્રામ પંચાયત દ્વારા તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે. જેમાં હોલમઢ ગ્રામ પંચાયત દ્વારા ગામમાં આજથી 1 લી મે સુધી સ્વૈચ્છિક અને સંપૂર્ણ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આથી, ગામની દરેક દુકાનોમાં ઠંડા પીણાંનું વેચાણ બંધ કરવા તાકીદ કરવામાં આવી છે.
આ નિયમનો અનાદર કરનાર સામે દંડનીય કાર્યવાહી કરવાની પણ ચેતવણી આપવામાં આવી છે. આ લોકડાઉન દરમિયાન ગામના તમામ ધાર્મિક સ્થળ બંધ રહશે અને હોલમઢ ગ્રામ પંચાયત દ્વારા ગામલોકોને તમામ નિયમોનું ચુસ્તપણે પાલન કરવાની સૂચના આપવામાં આવી છે….
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/H3EqhQ1RitQGEYhPsrbkpr