વાંકાનેર તાલુકા વિસ્તારમાં વિદેશી દારૂનો જથ્થો મંગાવી દારૂનું કટિંગ થવાનું હોય જે બનાવની રાજકોટ શહેર ક્રાઈમ બ્રાંચને બાતમી મળતા પોલીસ ટીમ દારૂનું કટિંગ થાય તે પુર્વે જ સ્થળ પર ત્રાટકી હતી જેમાં પોલીસે કુલ 425 પેટી વિદેશી દારૂ સહિત કુલ રૂ. 40 લાખ કરતાં વધુનો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના હીરાસર ગામના બંસલ પેટ્રોલપંપ નજીકના વીડી વિસ્તારમાં ઈંગ્લીશ દારૂનું કટિંગ થવાનું હોય જે બાતમીને પગલે રાજકોટ શહેર ક્રાઈમ બ્રાંચ ટીમે રેડ કરી હતી જેમાં ટ્રેલર કન્ટેનર નં. RJ 001 GA 4105 અને મહિન્દ્રા બોલેરો પીકઅપ GJ 36 V 0047 મળી આવ્યા હતા જેની તલાશી લેતા તેમાંથી અધધ 425 જેટલી પેટી વિદેશી દારૂની મળી આવી હતી…
પોલીસ ટીમ દ્વારા આ વિદેશી દારૂના કટીંગ સમયે સ્થળ પરથી રૂ. 40 લાખ કરતાં વધુના મુદામાલ સાથે આરોપી પ્રવીણ નાથાભાઈ ગાંગડીયા (રહે. રૂપાપરા તા વાંકાનેર), સલીમ ઇકબાલ શેખ (રહે. વાંકાનેર) અને ખીયારામ ગંગારામ બેનીવાલ (રહે બાડમેર, રાજસ્થાન)ને ઝડપી લીધા હતા અને મુદ્દામાલ સાથે આરોપીઓને વાંકાનેર તાલુકા પોલીસને સોંપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/K9LOywS76zl4e4qPDbPIoN