વાંકાનેર શહેર નજીક હાઇવે ચોકડી પાસે આજે પુનઃ એક ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં નેશનલ હાઈવે પર, રેલવે બ્રિજ પાસે, લુહાર વાડી સામે એક ડબલ સવારી એક્ટીવા બાઈક અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માતના બનાવમાં એક યુવાનનુ ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું, જ્યારે બીજા એક યુવાનને ગંભીર ઇજા પહોંચતા તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેર નજીક હાઇવે ચોકડી પાસે રેલ્વે બ્રિજથી આગળ જતાં હાઇવે પર બે યુવાનો ડબલ સવારી એકટીવા નંબર GJ 03 HN 3054 માં જઈ રહ્યા હોય ત્યારે બાઈકનું બેલેન્સ ગુમાવતા ત્યાંથી પસાર થતા એક ટ્રક નંબર MH 24 AU 6843 ના વ્હીલમાં એક્ટિવા બાઇક ઘૂસી ગયું હતું, જેમાં ટ્રકના તોતિંગ વ્હિલ એક યુવાન સાબિર મહંમદભાઈ શેરસીયા (રહે. ગેલેક્સી સોસાયટી, ચંદ્રપુર)ના શરીર પર ફરી વળતા તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું….

આ સાથે ‌જ આ અકસ્માતના બનાવમાં બાઈક સવાર અન્ય એક યુવાન મોહંમદઅવેશ ઈદ્રીશભાઈ બાદી (રહે. ગેલેક્સી સોસાયટી, ચંદ્રપુર)ના પગ પર ટ્રકના તોતિંગ વ્હિલ ફરી વળતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી જેથી તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ અકસ્માત સર્જાયા બાદ ટ્રક ચાલક પોતાનું વાહન સ્થળ પર જ મુકી નાસી ગયો હતો….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Lk9VeBiwaWLADeOOKfmVDU

error: Content is protected !!