વાંકાનેર સીટી પોલીસ ટીમના પેટ્રોલિંગ દરમિયાન મળેલ ચોક્કસ ખાનગી બાતમીના આધારે પોલીસે વાંકાનેર શહેર નજીક આવેલ તાલુકાના હસનપર ગામની સીમમાં દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા પાંચ પત્તા પ્રેમીઓને રોકડ રકમ રૂ. 15,100 સાથે ઝડપી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસ ટીમના એએસઆઈ હીરાભાઈ મઠીયા, ઇન્દ્રજીતસિંહ ઝાલા, હરદીપસિંહ ઝાલા સહિતોનો પોલીસ સ્ટાફ પેટ્રોલીગમાં હોય દરમીયાન સ્ટાફના દિવ્યરાજસિંહ ઝાલાને મળેલ ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર શહેર નજીક આવેલ તાલુકાના હસનપર ગામની સીમમાં આવેલ ખોડિયાર માતાજી મંદિરના પટમાં દરોડો પાડતા ત્યાં લાઇટના અજવાળે જાહેરમાં જુગાર રમતા જીગ્નેશભાઈ જેન્તીભાઈ દારદરા,
હકાભાઇ સતાભાઈ મુંધવા, જીતેશભાઈ વિનુભાઈ સારલા, કાનજીભાઈ છેલાભાઈ સરૈયા અને દિલીપભાઈ હઠાભાઈ ગમારા મળી આવ્યા હતા જેથી પોલીસે પાંચેય આરોપીઓની રોકડ રકમ રૂ.15,100 સાથે ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/GGMW3yYtFoRGJ5RjMVvSRS