વાંકાનેર માર્કેટિંગ યાર્ડના પુર્વ વાઇસ ચેરમેન અને હાલના ડિરેક્ટર, વાંકાનેર કોળી સમાજ અને કોંગ્રેસના યુવા આગેવાન તથા અખિલ ભારતીય કોળી સમાજ સંગઠનના રાજકોટ ઉપપ્રમુખ એવા અશ્વિનભાઇ મેઘાણીનો આજે જન્મદિવસ છે. તા. 02/05/1983ના રોજ વાંકાનેર તાલુકાના હોલમઢ ગામે સામાન્ય ખેડૂત પરિવારમાં જન્મેલા અશ્વિનભાઇ આજે પોતાના જીવનના 39 વર્ષ પુરા કરી 40માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે…
સામાન્ય ખેડૂત પરિવારથી પોતાના જીવનની સફર શરૂ કરનાર તેમના પિતા હાલ મોરબી જિલ્લા પંચાયતના સદસ્ય તરીકે કાર્યરત છે અને તેમના પુત્ર અશ્વિનભાઇ પણ રાજકીય જીવનમાં પિતાનો વારસો સંભાળતા વાંકાનેર માર્કેટિંગ યાર્ડના વાઇસ ચેરમેન તરીકે સેવા આપી ચુક્યા છે અને હાલ પણ તેઓ યાર્ડના ડિરેક્ટર તરીકે કાર્યરત હોય તેમજ સાથે તેઓ યાર્ડમાં કમીશન એજન્ટનો વ્યવસાય પણ સંભાળી રહ્યા છે…
અશ્વિનભાઇના સરળ/હસમુખા સ્વભાવ તેમજ તેમની સમાજસેવાથી તેઓ બહોળું મિત્ર મંડળ ધરાવે છે જેથી આજે તેમના જન્મદિવસ નિમિત્તે તેમના મોબાઈલ નંબર 9898944556 પર શુભેચ્છા વર્ષા થઇ રહી છે….
ચક્રવાત ન્યૂઝ અને ટીમ તરફથી અશ્વિનભાઇ મેઘાણીને આજે તેમના જન્મદિવસ નિમિત્તે ખુબ ખુબ શુભકામનાઓ…