વાંકાનેર માર્કેટિંગ યાર્ડના વાઇસ ચેરમેન અને વાંકાનેર કોળી સમાજ અને કોંગ્રેસના યુવા આગેવાન એવા અશ્વિનભાઇ મેઘાણીનો આજે જન્મદિવસ છે. તા. 02/05/1983ના રોજ વાંકાનેર તાલુકાના હોલમઢ ગામે સામાન્ય ખેડૂત પરિવારમાં જન્મેલા અશ્વિનભાઇ આજે પોતાના જીવનના 37 વર્ષ પુરા કરી 38 માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે…

સામાન્ય ખેડૂત પરિવારથી પોતાના જીવનની સફર શરૂ કરનાર તેમના પિતા હાલ મોરબી જિલ્લા પંચાયતના સદસ્ય તરીકે કાર્યરત છે અને તેમના પુત્ર અશ્વિનભાઇ પણ રાજકીય જીવનમાં પિતાનો વારસો સંભાળતા વાંકાનેર માર્કેટિંગ યાર્ડના વાઇસ ચેરમેન તરીકે સેવારત હોય તેમજ તેઓ યાર્ડમાં કમીશન એજન્ટનો વ્યવસાય પણ સંભાળી રહ્યા છે.

અશ્વિનભાઇના સરળ/હસમુખા સ્વભાવ તેમજ તેમની સમાજસેવાથી તેઓ બહોળું મિત્ર મંડળ ધરાવે છે જેથી આજે તેમના જન્મદિવસ નિમિત્તે તેમના મોબાઈલ નંબર 9898944556 પર શુભેચ્છા વર્ષા થઇ રહી છે….

ચક્રવાત ન્યૂઝ અને ટીમ તરફથી અશ્વિનભાઇ મેઘાણીને આજે તેમના જન્મદિવસ નિમિત્તે ખુબ ખુબ શુભકામનાઓ…

 

error: Content is protected !!