મોરબી નગરપાલિકા ફાયર બ્રિગેડ ટીમની 2 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો, શોર્ટ સર્કિટથી આગ લાગવાનો અંદાજ…
વાંકાનેર તાલુકાના હસનપર ગામ ખાતે આવેલ પાણી પુરવઠા બોર્ડના વાંકાનેર જુથ પાણી પુરવઠા યોજનાના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે સ્ટોરમાં આજે સવારે 11 વાગ્યાની આસપાસ અચાનક આગ લાગી હતી, જેમાં સ્ટોરમાં રાખેલ એચડીઇપી પાઇપનો જથ્થો બળીને ખાક થઇ ગયો હતો, જેમાં વાંકાનેર નગરપાલિકાના મીની ફાયર બ્રિગેડ તથા મોરબી નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ દ્વારા બે કલાક કરતાં વધુ સમયની જહેમત બાદ આગ પરથી કાબુ મેળવાયો હતો….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના હસનપર ગામની સીમમાં આવેલ ગુજરાત રાજયનાં પાણી પુરવઠા બોર્ડના વાંકાનેર જુથ પાણી પુરવઠા યોજનાના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે આવેલ સ્ટોરમાં આજે અચાનક ત્યાંથી પસાર થતી વિજ લાઇનમાં શોર્ટ સર્કિટ થવાથી આગ લાગી હતી, જેમાં ત્યા રાખેલ 1500 મીટર કરતા વધુનો એચડીઈપી પાઇપનો જથ્થો બળીને રાખ થઈ ગયો હતો. બાબતે પાણી પુરવઠા બોર્ડના ઈન. નાયબ કાર્યપાલક ઇજનેર કે. પી. બલદાણીયા દ્વારા ફાયર બ્રિગેડની ટીમને જાણ કરતા બે કલાક કરતાં વધુની જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Lk9VeBiwaWLADeOOKfmVDU