બે દિવસમાં મહત્તમ તાપમાન 5 ડિગ્રી ગગડતાં દિવસે ઠંડીનું જોર વધ્યું…
અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં છેલ્લા ત્રણ દિવસથી શિયાળાની ઠંડીએ જમાવટ કરી છે. દિવસ દરમિયાન શહેરમાં ઠંડો પવન ફૂંકાતા કાતીલ ઠંડીની શરૂઆત થઈ ચુકી છે. અમદાવાદ સહિત રાજ્યના 10થી વધુ શહેરોમાં મહત્તમ તાપમાન 27 ડિગ્રી અથવા તેનાથી પણ નિચુ નોંધાયુ હતુ. બીજી તરફ કચ્છના નલિયામાં હાડ થિજવતી ઠંડી શરૂ થઈ છે. નલિયામાં શુક્રવારે લઘુત્તમ તાપમાન ગગડીને 4.9 ડિગ્રી નોંધાયુ હતુ. નલિયામાં બે દિવસ પહેલા લઘુત્તમ તાપમાન 10.2 ડિગ્રી હતુ અમે 5.3 ડિગ્રી જેટલો પારો ગગડયો છે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 13.8 ડિગ્રી નોંધાયુ હતુ….
હવામાન ખાતા દ્વારા પ્રસિદ્ધ કરાયેલી વિગતો મુજબ આજે ડીસામાં લઘુત્તમ તાપમાન 11.5 ડિગ્રી અને પાટનગર ગાંધીનગરમાં 13.4 ડિગ્રી નોંધાયું હતું. લઘુત્તમ તાપમાનની સાથે સાથે મહત્તમ તાપમાનનો પારો પણ ગગડયો હોવાથી દિવસે ઠંડીનો અહેસાસ થવા લાગ્યો છે. અમદાવાદ શહેરમાં મહત્તમ તાપમાન 27 ડિગ્રી, ડીસામાં 25, ગાંધીનગરમાં 27, ઓખામાં 26.4, નલિયામાં 27.2 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1