વાંકાનેર ઠાકોર સમાજના જાણીતા હરેશભાઈ માણસુરીયા(ઠાકોર)ની ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના પ્રદેશ પ્રમુખ અલ્પેશ ઠાકોર સાહેબની ભલામણથી ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજના વાંકાનેર શહેર પ્રમુખ તરીકે નિમણૂંક કરવામાં આવી છે. આ સાથે જ સમગ્ર વાંકાનેર શહેર માળખાંની પણ પુનઃ રચના કરવામાં આવી છે…

બાબતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની એક પ્રેસ યાદીમાં જણાવાયું છે કે, આવનારા દિવસોમાં વાંકાનેરના દરેક ગામમાં સમાજના યુવાનોને મજબૂત કરવા, શિક્ષણ ક્ષેત્ર પ્રગતિ સાધવા, વ્યસન મુક્તિ સહિતની કામગીરી કરવામાં આવશે, તેમજ યુવાનોને પોતાની રૂચિ મુજબ જેતે ક્ષેત્રમાં તેને આગળ વધવા માટે માર્ગદર્શન આપવામાં આવશે. આ સાથે જ આગામી સમયમાં વાંકાનેર તાલુકા સમિતિની પણ રચના કરવાનું જણાવવામાં આવ્યું છે…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/Jteb7Fbl3faARzF6FQshtT

error: Content is protected !!