મોરબી તાલુકાના રવાપર ગામની સીમમાં સર્વે નં.૨૨/૧ હે.૧-૮૨–૧૧ તથા સર્વે નં.૧૬૨/૧ પૈકી હે.૦-૬-૭૮ની ખેતીની જમીન રામાભાઈ કાળાભાઈના કબજા ભોગવટા અને માલીકીની આવેલી અને તેમનું અવશાન થતા તેમના વારસદારોએ સદરહુ જમીન સબંધમાં રેવન્યુ રેકર્ડ ગામના નમુના નં. ૬માં નોંધ નં. ૯૦૫૯ થી નોંધ કરાવતા મામલતદાર કચેરી સમક્ષ આ મીલકત સબંધમાં ગાંધીધામના રહીશ રામાભાઈ કાળાભાઈએ તકરાર ઉભી કરતા સદરહુ જમીન અંગેની તકરાર ઉભી થયેલી.

સદરહુ એન્ટ્રી મામલતદાર મોરબીએ ના મંજુર કરતા તે સબંધીત પ્રાંત અધિકારી મોરબી સમક્ષ અપીલ દાખલ કરવામાં આવેલી અને જે અપીલના કામે પ્રાત અધિકારીશ્રીએ ગામના નમુના નં.૬ની નોંધ નં.૯૦૫૯ની નોંધ ના મંજુર કરવાનો મામલતદાશ્રી મોરબીનો હુકમ સેટએસાઈડ કરેલ અને સદરહુ નોંધ નં. ૯૦૫૯ની નોંધ મંજુર કરવાનો હુકમ કરવામાં આવેલ જેના આધારે સદરહુ જમીન રામાભાઈ કાળાભાઈના કાયદેસરના અને લીગલ વારસોના નામે નોધ નં.૯૦૫૯ની નોંધ મંજુર કરવામાં આવેલી. ત્યારબાદ તે સબંધમા રેવન્યુ ઓથોરેટી સમક્ષ ઉતરોતર અપીલ થયેલી અને જે દરેક અપીલો સામે ગાંધીધામના સમાન નામ ધરાવતા રામાભાઈ કાળાભાઈ દલવાડીએ વાંધા તકરારો ઉભી કરેલી અને તેજ વ્યકિતએ આ વાંધાઓ વિથડ્રો કરેલા.

ત્યારબાદ સદરહુ જમીન સબંધમા મોરબીના મહે.પ્રિન્સીપલ સીનીયર સીવીલ જજ સાહેબની કોટમા રે.દી.મુ.ન.૧૨૨-૨૦૨૧ થી ગાંધીધામના આ સકશ રામાભાઈ કાળાભાઈ દલવાડીએ દાવો દાખલ કરેલ. આમ સદરહુ જમીન સર્વે નં.૨૨/૧ ની જમીન સબંધમાં સમાન નામ રામાભાઈ કાળાભાઈનું ધારણ કરીને ફ્રોડ દ્વારા આ દાવો કરવામાં આવેલ અને પોતે સદરહુ જમીનના માલીક છે અને ગુજરનાર રામાભાઈ કાળાભાઈના નોધ નં.૯૦૫૯માં નોંધાયેલ ખાતેદારોને આ જમીન સબંધે કોઈ હકક નથી જેથી આ જમીન વેચાણ કરે કરાવે નહી વગેરે હકીકતો જણાવી દાવો કરવામાં આવેલ. સદરહુ દાવાના કામે ગુ. રામાભાઈ કાળાભાઈના કાયદેસરના વારસદારોએ વાંકાનેરના એડવોકેટ એમ.એફ બ્લોચને રોકીને આ દાવાના કામે તકરાર ઉભી કરેલી.

અને સદરહુ દાવા સબંધમાં સીવીલ પ્રોસીઝર કોડની કલમ ૧૫૧ અન્વયે નામ કોર્ટ સમક્ષ આ દાવાના વાદીએ ફ્રોડ કરીને સમાન નામનો ગેરલાભ લઈને દાવો કરેલ હોય અને આ દાવો ફ્રોડ દ્વારા કરવામાં આવેલ હોય ત્યારે નામ.સીવીલ કોર્ટે આવો કોઈપણ દાવો દાવાના કોઈપણ સ્ટેજે રદ કરવાનો હુકમ કરી શકે તેવી રજુઆતો કરવામાં આવેલી. સદરહુ અરજીમા પ્રતીવાદી દ્વારા એવી રજુઆત કરવામા આવી કે  આ દાવાવાળી જમીન સર્વે નં.૨૨/૧ તથા સર્વે નં.૧૬૧/૧ પૈકી ૨ ની જમીનો અમારા વડવા રામાભાઈ કાળાભાઈના કબજભોગવટા અને માલીકીની છે.

સદરહુ જમીનની માપણી સને ૧૯૫૫ની સાલમાં કરવામાં આવેલી. અને તે વખતે પણ રામાભાઈ કાળાભાઈ એટલે કે પ્રતીવાદીના વડવા પુખ્ત વયના અને તેઓ હૈયાત હતા. તે સબંધીત દસ્તાવેજ રજુ કરેલ. તેમજ સદરહુ જમીનની બે ભાઈઓ વચ્ચે એટલે કે રામાભાઈ કાળાભાઈ અને દેવા કાળાભાઈની વચ્ચે ભાઈઓ ભાગની વહેચણી થયેલી તે અંગેની રજુઆતો કરેલી. અને દેવા કાળાભાઈના વારસદારોએ પ્રતીવાદીની તરફેણમાં સોગંદનામુ કરીને પ્રતીવાદીઓ રામા કાળાભાઈના વારસદાર છે તેવુ જાહેર કરેલ. આમ સદરહુ જમીન સને ૧૯૫૫ની સાલથી રામાભાઈ કાળાભાઈના કબજાભોગવટા અને માલીકીની છે.

જયારે સદરહુ દાવાના વાદી રામાભાઈ કાળાભાઈનો જન્મ તેમણે રજુ કરેલા આધારકાર્ડ મુજબ સને ૧૯૬૦ની સાલમા થયેલ. આમ જે વ્યકિતનો જન્મ સને ૧૯૬૦ની સાલમાં થયેલ હોય તે સદરહુ મીલકતના માલીક હોઈ શકે નહી. કારણકે સદરહુ મીલકત રેવન્યુ રેકર્ડ મુજબ રામા કાળાના નામે સને ૧૯૫૫ની સાલમાં માપણી થયેલી અને તે વખતે પણ રામા કાળાભાઈ પુખ્ત વયના હતા. તેજ રીતે સદરહુ વાદી એ ફ્રોડ કરેલ છે અને તેમનું સાચું નામ રામજીભાઈ કાનાભાઈ સોરઠીયા છે. આ સબંધીત પણ આધાર કાર્ડ રજુ કરવામાં આવેલ. આમ સમાન આધારકાર્ડ નામવાળા બે આધાર કાર્ડ નામ કોર્ટ સમક્ષ રજુ થયેલા, જેમાં એકમા રામજી કાનાભાઈ સોરઠીયા તેવુ નામ દર્શાવેલ અને બીજામાં રામાભાઈ કાળાભાઈ દલવાડી તેવુ દર્શાવેલ, અને બન્ને આધારકાર્ડમા જે ફોટો રજુ કરવામાં આવેલ તેજ ફોટો વાદીએ રજુ કરેલા આધારકાર્ડમા પણ રજુ થયેલ એટલુ જ નહી વાદીએ આ અગાઉ રજી.દસ્તાવેજ મારફત મીલકતનું વેચાણ કરેલ અને તેમાં પોતાનું નામ રામજીભાઈ કાનાભાઈ સોરઠીયા દર્શાવામાં આવેલ અને તેમાં જે આધાર કાર્ડ રજુ કરવામાં આવેલ તેમાં પણ પોતાનું નામ રામજીભાઈ કાનાભાઈ સોરઠીયા તેવુ દર્શાવામાં આવેલ જયારે નામ કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવેલ આધારકાર્ડમાં તેજ નંબર રહેતા હોવા છતા માત્ર નામ બદલી જાય છે.

આમ વાદી ખોટા નામના આધારકાર્ડ ઉભા કરીને ફ્રોડ દ્વારા હાલનો દાવો કરેલ છે. તેવી રજુઆત કરવામાં આવેલી. અને સાથો સાથ નામ.સુપ્રિમ કોર્ટના ચુકાદાઓ ૨જુ કરવામાં આવેલા. જેમાં નામ. સુપ્રિમ કોર્ટે સ્પષ્ટ રીતે ઠરાવેલ છે કે કોઈપણ વ્યકિત દ્વારા ફ્રોડ કરી દાવા ઉભા કરવામાં આવેલ હોય તો તેવા દાવાઓ દાવાના કોઈપણ સ્ટેજે રદ કરવાનો હુકમ કરી શકાય. નામ.સીવીલ કોર્ટે સદરહુ દાવાના કામે પ્રતીવાદી તરફે વાંકાનેરના એડવોકેટ એમ. એફ. બ્લોચ દ્વારા કાયદાની મહત્વની હકીકતો અંગેની રજુઆતો કરેલી અને દાવો કરનાર વ્યકિત ફ્રોડ કરીને દાવો લાવેલ છે તે હકીકત સાબીત કરેલી, અને દાવો કરનાર વ્યકિત દાવાવાળી મીલકતના માલીક નથી તે અંગેની હકીકતો પુરવાર કરેલી અને નામ.સીવીલ કોર્ટે પણ પ્રતીવાદી તરફે કરવામાં આવેલી રજુઆતો અને પ્રતીવાદી તરફે રજુ કરવામા આવેલ દસ્તાવેજના આધારે અને નામ.સુપ્રિમ કોર્ટના જજમેન્ટના આધારે દાવાવાળી મીલકતના વાદી માલીક હોઈ તેવુ પુરવાર કરવામાં વાદી નીષ્ફળ ગયેલ છે. અને દાવાવાળી મીલકત સને ૧૯૫૫ની સાલથી રેવન્યુ રેકર્ડમા અને સરકારી રેકર્ડમા રામા કાળા ના નામે નોંધાયેલ છે, તેવું પુરવાર થતુ હોય અને વાદી તરફથી રજુ કરવામાં આવેલ આધાર કાર્ડ જોતા વાદીનો જન્મ ૧૯૬૦ પછી થયેલ હોય તેમજ વાદીએ રેવન્યુ ઓથોરેટી સમક્ષ પોતે દાવાવાળી મીલકતના માલીક નથી તેવા સોંગદનામા રજુ કરેલ છે. અને એમ છતા હાલનો દાવો કરેલ છે.

તેવા સંજોગોમાં વાદીને આ જમીનના મુળ માલીક ન હોય તેવું પ્રથમ દર્શનીય રીતે દાવો દાખલ કરવાનો હકક રહેતો નથી. અને આ દાવો કરવાનું કારણ વાદીને ઉપસ્થિત થતુ નથી તેવુ ઠરાવીને પ્રતીવાદી દ્વારા કરવામાં આવેલી અરજી મંજુર કરીને વાદીનો દાવો રદ કરવાનો હુકમ કરેલ છે. સદરહુ દાવો તા.૧૩-૭-૨૧ના રોજ દાખલ થયેલ અને તા.૨૯-૯-૨૧ના રોજ આ દાવો રદ કરવામાં આવેલ. આમ ફ્રોડ દ્વારા કરવામાં આવેલ દાવો માત્ર રાા માસના ગાળામાં નામ.સીવીલ કોર્ટે રદ કરેલ છે. આ કામમાં વાંકાનેરના એડવોકેટ એમ.એફ બ્લોચ તથા સાહી એમ.બ્લોચ રોકાયેલ હતા….

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/Jteb7Fbl3faARzF6FQshtT

 

 

error: Content is protected !!