અધિક કલેક્ટરની 21 દિવસની મુદ્દત પુરી થવામાં હોય છતાં વાંકાનેરના જવાબદારી અધિકારીઓએ આજ સુધી કોઈ નક્કર કામગીરી ન કરતાં અનેક તર્કવિતર્કો….

વાંકાનેર શહેરના ગ્રીન ચોક પાસે છેલ્લા ઘણા સમયથી અસામાજિક તત્વો દ્વારા ટ્રાન્સપોર્ટ ઓફિસ અને ગોદામોની પાછળના ભાગમાં સરકારી જમીન પર ગેરકાયદે દબાણ કરવામાં આવી રહ્યું હોય જેથી આ બાબતે જાગૃતિ નાગરિકો દ્વારા પાંચ શખ્સો સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ અરજી કરવામાં આવી હતી જેમાં તંત્ર દ્વારા કોઈ ખાસ કારણસર આ ભુમાફિયાઓ સામે પગલાં ન લેતાં અનેક તર્કવિતર્કો સર્જાયા છે….

બાબતે કોઇ નક્કર કામગીરી ન થતાં અખબારી અહેવાલો પ્રસિદ્ધ થતા તંત્ર સફાળું જાગી બાબતે અધિક કલેક્ટર એન. કે. મુછાર દ્વારા તા. 11/05 ના રોજ વાંકાનેરના જવાબદાર પ્રાંત અધિકારીને 21 દિવસની મુદ્દતમાં આ દબાણ બાબતે વિગતવાર અહેવાલ સાથે કામગીરીનો રિપોર્ટ રજૂ કરવા જણાવવામાં આવ્યું હતું, પરંતુ આજે જ્યારે આ મુદ્ત પૂરી થવા જઇ રહી છે, છતાં આજ સુધી આ બાબતે સ્થાનિક તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી હાથ ન ધરાતાં બાબતે અનેક તર્કવિતર્કો સર્જાયા છે…

બાબતે જવાબદાર તંત્રની ઢીલી નીતિના કારણે સરકારી જમીન પર દિનપ્રતિદિન અસામાજિક તત્વોના કબ્જા વધી રહ્યા છે, ત્યારે વાંકાનેર શહેરના હાર્દ સમા ગ્રીન ચોકની સરકારી જમીનો પર પણ અસામાજિક તત્વોના કબ્જા થાય તે પહેલાં જ આ બાબતે તંત્ર જાગૃત બની ભેદભાવ વગર આરોપીઓ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી અને તેમના દ્વારા કરવામાં આવેલ દબાણો દુર કરી સરકારી જમીન ખુલ્લી કરાવે તેવી આજુબાજુના વેપારીઓ અને રહિશોમાં માંગ ઉઠી છે…

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/II2ues9Cv0BDqPgrSDlhWI

 

 

error: Content is protected !!