જો..જો..હો..: વાંકાનેર શહેર ખાતે રિક્ષામાં બેઠેલ વૃદ્ધાના ગળામાંથી સોનાના ચેનની ચોરી…

0

વાંકાનેર શહેરના માર્કેટ ચોક ખાતેથી એક વૃદ્ધા રિક્ષામાં બેસી પોતાના ઘરે જતા હોય, ત્યારે રિક્ષામાં મુસાફરની જેમ તેની સાથે બેઠેલ અન્ય બે મહિલાઓએ વૃદ્ધાની નજર ચૂકવીને તેના ગળામાં રહેલ સવા ત્રણ તોલાના સોનાનો ચેનની ચોરી કરી લીધી હતી, જેથી આ બનાવની વૃદ્ધાએ વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરના બંધુ સમાજ હોસ્પિટલની બાજુમાં રહેતા પ્રફુલાબેન સુરેશભાઈ પટેલ (ઉ.વ. ૬૫) માર્કેટ ચોક ખાતે કામથી ગયા હોય જ્યાંથી પરત પોતાના ઘર તરફ જવા માટે રીક્ષામાં બેઠા હતા ત્યારે અજાણી રિક્ષાના ચાલક અને રિક્ષામાં અગાઉથી જ મુસાફરની જેમ બેઠેલ બે મહિલાઓ દ્વારા કોઈપણ રીતે વૃદ્ધાની નજર ચૂકવીને તેના ગળામાં પહેરેલ સોનાના સવા ત્રણ તોલાના ચેનની ચોરી કરી લીધી હતી….

આ બનાવમાં વૃદ્ધાએ વાંકાનેર સીટી પોલીસમાં અજાણી રિક્ષાના ચાલક અને બે મહિલા સામે તેમના રૂ. દોઢ લાખના સોનાના ચેનની ચોરી કરી હોવાની રાવ કરતા પોલીસે બનાવની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે….

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/FiSSadlUTGL3knNTGaYkRl