શુક્રવારે અમેરિકાના ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલે ફુગાવો ડામવા માટે વ્યાજ દર વધારવા જ પડશે એવો સ્પષ્ટ સંકેત આપ્યા બાદ શેરબજારમાં ભારે વેચવાલી જોવા મળી છે. આ વેચવાલી સાથે અમેરિકન ડોલર મજબૂત થઈ ગયો છે. ડોલર વધતા ભારતીય રૂપિયો ફરી એકવાર 80ની સપાટી તોડી નીચે ઉતરી ગયો છે. આ સાથે રૂપિયો 80.12ની ઇતિહાસની સૌથી નીચી સપાટીએ ખુલ્યો છે…

ભારતમાં શેરબજારમાં કામકાજ શરૂ થાય અને એમાં ઘટાડો જોવા મળે એવી સ્થિતિમાં ડોલર સામે રૂપિયો 21 પૈસા તૂટી 80.12ની સપાટી ઉપર ખુલ્યો છે. શુક્રવારે જ્યારે અમેરિકન બજાર તૂટી રહ્યા હતા ત્યારે નોન ડિલિવરીબલ ફોરવર્ડ માર્કેટમાં રૂપિયો 80ના સ્તરથી નીચે હતો. ભારતમાં આયાત વધી રહી છે એટલે ફોરેક્સ રિઝર્વ ઘટી રહ્યા છે ત્યારે શેરબજારમાં કડાકા સાથે રૂપિયો હજી ઘટી શકે છે.

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/FiSSadlUTGL3knNTGaYkRl

error: Content is protected !!