જમીનના ભાગ પાડી અમને આપી દો કહી, વૃદ્ધની આંખમાં મરચું છાંટી ધોકા તથા પાઇપ વડે સગા બે સગા પુત્રો, એક પૌત્ર અને પુત્રવધૂનો હુમલો….

વાંકાનેર તાલુકાના અમરસર ગામે ઘોર કળયુગની સાક્ષી આપતો બનાવ સામે આવ્યો છે, જેમાં સગા પુત્રો અને પૌત્રએ મળી ખેતીની જમીન નામે કરી દેવા અને લોન અપાવવા કહીં વૃદ્ધ પિતાને માર મારતા ખળભળાટ મચી ગયો છે, જેથી આ બનાવમાં આખરે કળયુગના પુત્રો તથા પૌત્રોથી કંટાળી પિતાએ આરોપીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકનેર તાલુકાના અમરસર ગામ ખાતે રહેતા અને ખેતીકામ કરતા ફરિયાદી શેરમામદભાઈ સુલેમાનભાઈ બ્લોચે વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, આરોપી મીરમામદભાઈ શેરમામદભાઈ બ્લોચ(પુત્ર), નજુરમામદ શેરમામદ બ્લોચ(પુત્ર), સલમાન મીરમામદ બ્લોચ(પૌત્ર) અને અંજુમબેન નજુરમામદ બ્લોચ(પુત્રવધૂ)એ ફરિયાદીની ખેતીની જમીનના ભાગ પાડી આરોપીઓના નામે કરી દેવા જણાવી અને આ જમીન ઉપર લોન લેવડાવી દેવાનું કહેતા વૃદ્ધ શેરમામદભાઈએ ના પાડતા ચારેય આરોપીઓએ એક સંપ કરી ફરિયાદી પિતાની આંખમાં મરચાની ભૂકી નાખી, લોખંડના પાઇપ અને સેન્ટ્રીગના ધોકા વડે હુમલો કરી માર મારી જાનથી મારી નાખવા ધમકી આપી હતી…

બાબતે આરોપીઓ માથાભારે હોય જેના ડરના કારણે ફરિયાદી પિતા શેરમામદભાઈએ મોડી ફરિયાદ નોંધાવી હોવાનું જણાવી આખરે મન મક્કમ રાખી બે પુત્રો, એક પૌત્ર અને પુત્રવધૂ સામે વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ચારેય આરોપીઓ સામે આઇપીસી કલમ 323, 504, 506(2), 114 તથા જીપી એક્ટ 135 મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Lk9VeBiwaWLADeOOKfmVDU

error: Content is protected !!