વાંકાનેર સીટી પોલીસ ટીમના નાઈટ પેટ્રોલીંગ દરમ્યાન સ્ટાફને મળેલ ચોક્કસ ખાનગી બાતમીને આધારે પોલીસે વાંકાનેર શહેરના ગાયત્રીનગર વિસ્તારમાં આવેલ એક રહેણાંક મકાનમાં દરોડો પાડી ભારતીય બનાવટના પરપ્રાંતિય વિદેશી દારૂની 159 બોટલ તથા 105 નંગ બિયરના ટીન સાથે એક શખ્સને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસ ટીમ નાઈટ પેટ્રોલિંગમાં હોય દરમિયાન સ્ટાફને મળેલ ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર શહેરના ગાયત્રીનગર વિસ્તારમાં આવેલ હાર્દિકસિંહ ઘનશ્યામસિંહ જાડેજાની માલિકીના રહેણાંક મકાનમાં દરોડો પાડતાં ત્યાંથી 159 બોટલ વિદેશી દારૂ જેની કિંમત રૂ. 64,120 અને 105 નંગ બિયરના ટીન જેની કિંમત રૂ. 10,500 સહિત કુલ રૂ. 74,620 ની કિંમતના મુદ્દામાલ સાથે આરોપીની હાર્દિકસિંહ જાડેજા (ઉ.વ. ૨૭) મળી આવતા તેની ધરપકડ કરી હતી….
આ બનાવમાં અન્ય આરોપી મહાવીરસિંહ નટુભા જાડેજા (રહે. ભાટીયા સોસાયટી, વાંકાનેર) તથા અન્ય એક શખ્સ સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે ત્રણેય આરોપીઓ સામે આઈપીસી કલમ 64(A), 65(E), 116(B), 81 હેઠળ ગુનો નોંધી ફરાર બંને આરોપીઓને ઝડપી લેવા તજવીજ શરૂ કરી છે…
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1